ટેલીકોમ કંપની એરટેલે ત્રણ નવા પ્રીપેડ પ્લાન્સને લોન્ચ કરી દીધા છે. આ નવા પ્લાન ૪૯૯ રૂપિયા, ૬૯૯ રૂપિયા અને ૨૭૯૮ રૂપિયાના છે. આ પ્લાનમાં એક વર્ષ માટે Disney+ Hotstar Mobile સબ્સક્રિપ્શનનું ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહ્યું છે. તેના સિવાય તેમાં ગ્રાહકોને હાઈ-સ્પીડ ડેટા, અનલીમીટેડ કોલિંગ અને એસએમએસ જેવા બેનીફીટ પણ આપવામાં આવી રહ્યા છે.

૪૯૯ રૂપિયાનો પ્લાન

એરટેલના આ પ્લાનમાં ૧ વર્ષ માટે Disney+ Hotstar મોબાઈલ સબ્સક્રિપ્શન સિવાય તમને ૩ જીબી / દરરોજ ડેટા, કોઈ પણ નેટવર્ક પર અમર્યાદિત ભારતીય કોલ અને ૧૦૦ એસએમએસ દિવસના મળે છે. તેના સિવાય આ પ્લાનમાં તમને ૩૦ દિવસ માટે એમેઝોન પ્રાઈમ વીડિયોના મોબાઈલ એડીશનનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

૬૯૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં ૧ વર્ષ માટે Disney+ Hotstar મોબાઈલ સબ્સક્રિપ્શન અને તેની સાથે જ પ્રતિ દિવસ ૨ જીબી ડેટા મળે છે. આ પ્લાન કોઈ પણ નેટવર્ક પર કોલ અને ૧૦૦ એસએમએસ પ્રતિ ડીસ મળશે. એરટેલના આ લેટેસ્ટ પ્લાન ૫૬ દિવસની વેલીડીટી સાથે આવે છે. તેના સિવાય આ પ્લાનમાં તમને ૩૦ દિવસનો એમેઝોન પ્રાઈમ વિડીયો મોબાઈલ સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

૨૭૯૮ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં ૧ વર્ષ માટે Disney+ Hotstar મોબાઈલ સબ્સક્રિપ્શન મળે છે. ગ્રાહકોના પ્રતિદિવસ ૨ જીબી ડેટા, કોઈ પણ નેટવર્ક પર કોલ અને ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ મળશે. આ પ્લાન ૩૬૫ દિવસ સુધી વેલીડ રહેશે. તેના સિવાય આ પ્લાનમાં તમને ૩૦ દિવસનું એમેઝોન પ્રાઈમ વિડીયો મોબાઈલ સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.