દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની એરટેલે તેના કેટલાક પ્લાનની કિંમતમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એરટેલ પ્રીપેડ પ્લાન માટે ટેરિફ વધારતી હતી, પરંતુ હવે તેઓ પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં પણ વધારો કરી રહી છે. TelecomTalk ના અહેવાલ મુજબ, થોડા અઠવાડિયા પહેલા એરટેલે એક નવો પ્લાન લોન્ચ કર્યો હતો જે વધુ કિંમતે જૂના પ્લાનના ફાયદા સાથે આવે છે. એરટેલે રૂ. 999 ના પ્લાનને નવા લોન્ચ કરેલા રૂ. 1199 ના રૂપિયાથી રિપ્લેસ કર્યો છે. આવો જાણીએ આ પ્લાન્સ વિશેમાં…..

એરટેલ રૂ. 1199 ના પ્લાનના ફાયદા

એરટેલ વપરાશકર્તાઓને 200 GB સુધીના રોલઓવર સાથે દરેક એડ-ઓન કનેક્શન માટે 150 GB માસિક ડેટા + 30 GB એડ-ઓન ડેટા ઓફર કરે છે. વપરાશકર્તાઓ આ પ્લાનમાં પરિવારના બે સભ્યો માટે ફ્રી એડ-ઓન વોઇસ કનેક્શન મેળવી શકે છે. તેમ છતાં આ પ્લાનમાં અમર્યાદિત વોઇસ કોલિંગ અને 100 SMS/દિવસના સામેલ છે. એરટેલ થેંક્સ પ્લેટિનમ રિવાર્ડસ જે વપરાશકર્તાઓને આ પ્લાન સાથે મળે છે તેમાં નેટફ્લિક્સ બેઝિક માસિક સબ્સ્ક્રિપ્શન, છ મહિના માટે એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન, કોઈ વધારાના ખર્ચ વગર ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ પ્લાન, વિંક પ્રીમિયમનું સબ્સ્ક્રિપ્શન શામેલ છે.

એરટેલનો રૂ 999 પોસ્ટપેડ પ્લાન

આજે, જો તમે ભારતી એરટેલના રૂ. 999 નો પોસ્ટપેડ પ્લાન માટે જાઓ છો, તો તમને આ લાભો મળવાના છે – 100 GB ડેટા (દરેક એડ-ઓન કનેક્શન 30GB આપે છે), 200 GB સુધીના રોલઓવર સાથે 100 GB માસિક ડેટા, અનલીમીટેડ વોઈસ કૉલિંગ અને 100 SMS/ દિવસ મળશે. આ પ્લાન એરટેલ થેંક્સ પ્લેટિનમ લાભો સાથે પણ આવે છે. આ પ્લાન સાથે કુલ બે એડ-ઓન કનેક્શન પણ હોઈ શકે છે.