ભારતે ચીનથી આયાત કરેલા વાઇ-ફાઇ મોડ્યુલોને મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં, અમેરિકન કમ્પ્યુટર નિર્માતા Dell, HP અને ચીની બ્રાન્ડ્સ Xiaomi, Oppo, Vivo અને Lenovo ના ડિવાઇસનું લોન્ચિંગ મોડું થઈ શકે છે. ચીનથી આયાત કરવામાં આવતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે બ્લૂટૂથ સ્પીકર્સ, વાયરલેસ ઇયરફોન, સ્માર્ટવોચ અને લેપટોપ ભારતથી મોડુ પહોંચશે.

આ બ્રાન્ડ્સને નહિ મળે મંજૂરી

ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર ભારતીય સંદેશાવ્યવહાર મંત્રાલયની વાયરલેસ પ્લાનિંગ અને કોઓર્ડિનેશન (WPC) વિંગ ગયા વર્ષે નવેમ્બરથી મંજૂરીને હોલ્ડ પર રાખી દીધી છે. આવી સ્થિતિમાં, 80 કરતા વધારે યુએસ કંપનીઓની અરજીઓ અને કોરિયન કંપનીની મંજૂરીની મંજૂરી નથી. આ સાથે જે ભારતીય કંપનીઓ ચીન પાસેથી તેમના ઉત્પાદનો માંગે છે તેમને ડબલ્યુપીસીની પરવાનગી આપવામાં આવી નથી. આ કિસ્સામાં, Dell, HP, Xiaomi, Oppo, Vivo અને Lenovo એ તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પર મૂકવામાં આવશે ભાર

ભારત સરકારે ચીનથી આયાત કરેલા ઉત્પાદનો પર પ્રતિબંધનો સમય ત્યારે શરૂ થયો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી. પીએમ મોદીની નીતિ ભારતીય કંપનીઓને મેડ ઇન ઈન્ડિયા ડિવાઇસ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જયારે, વિદેશી કંપનીઓ ભારતમાં જ તેમના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. જો કે, ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ઉત્પાદન માટે કંપનીઓએ ભારે રોકાણ કરવું પડશે. આને કારણે કંપનીઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે.

માર્ચ 2019 માં બદલાયા નિયમો

આ પહેલા, ભારતમાં વાયરલેસ ઉપકરણોના આયાત માટે સ્વ-ઘોષણા કરવાની મંજૂરી આપવાની જોગવાઈ હતી, જેનાથી ઇલેક્ટ્રોનિક માલની આયાત સરળ થઈ શકે. પરંતુ માર્ચ 2019 માં, ભારત સરકાર તરફથી વાયરલેસ માલની આયાત કરતા પહેલા મંજૂરી મેળવવા માટેનો નિયમ ઉમેર્યો. જણાવી દઈએ કે હાલમાં, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરિંગ દેશ છે.