ભારત ની અંદર પબજી ને તેની સાથે જોડાયેલા સુરક્ષા અને પ્રાઇવસી ને લગતા પ્રશ્નો ને કારણે બંધ કરવામાં આવેલ હતી. અને તેના કારણે જ ક્રફ્ટટોન દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે તેઓ દ્વારા આ નવી ગેમ ને નવી પ્રાઇવસી પોલિસીની સાથે લોન્ચ કરવા માં આવશે કે જે ભારત સરકાર ના નિયમો ની અંદર આવી શકે. જે ‘Battlegrounds Mobile India’ રિલીઝ થઇ ગઈ છે.

સાઉથ કોરિયન વીડિયો ગેમ ડેવલપર ક્રાફ્ટને ‘Battlegrounds Mobile India Game’ ને ફાઈનલી ભારતમાં રિલીઝ કરી છે. આ ગેમ બીટા યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. જોકે હવે કંપનીએ તેનું બીટા વર્ઝન દૂર કર્યું છે. અર્થાત કેટલાક યુઝર્સ આ ગેમ ડાઉનલોડ કરી શકે છે. હવે ગેમ ડાઉનલોડ કરવા પર યુઝર્સને ‘Internal server error’નો મેસેજ આવે છે. ક્રાફ્ટનનું કહેવું છે કે, ટૂંક સમયમાં તેને બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં ઓરિજિનલ ગેમ કરતાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ગેમ રમતાં પહેલાં યુઝરે કન્ફર્મ કરવાનું હોય છે કે તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે. ત્યારબાદ જ યુઝરને ગેમની પરમિશન મળે છે. ગેમમાં પિંગ વધારે જોવા મળે છે. જૂની PUBGની જેમ જ આ ગેમમાં મેપ, હથિયાર, ગેમ મિકેનિક્સ મળે છે. ફરક માત્ર એટલો છે કે તેને ભારતીય યુઝર્સ માટે ફરી પેક કરવામાં આવ્યાં છે.

હવે લોહીનો રંગ લાલને બદલે લીલા કલરનો થયો છે. ગેમની ઉપર જીવિત ખેલાડી અને યુઝર દ્વારા મારી નાખવામાં આવેલા ખેલાડીઓની સંખ્યા જોવા મળે છે. ક્રાફ્ટને કહ્યું હતું કે, એન્ડ્રોઈડ 5.1.1 લોલીપોપ અથવા ત્યારબાદની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આ ફોન સપોર્ટ કરશે. ગેમ રમવા માટે ફોનની રેમ મિનિમમ 2GB હોય તે જરૂરી છે.