સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે-સાથે તેમાં ઓનલાઇન ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવતા રહે છે. સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે.

છેલ્લા કેટલાંક સમયથી સાઈબર માફિયાઓ બેફામ બન્યા છે. ફેક આઈડી બનાવી મિત્રો પાસે રૂપિયાની માંગણી કરવી જેવી તરકીબો અપનાવી લોકોને છેતરે છે. આવા માફિયાઓ માત્ર સામાન્ય માણસને નહિ, પરંતુ હવે તો નેતા અને પોલીસને પણ મુકતા નથી.

આ દિવસોમાં લોકો ફેસબુક પર અજીબ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકોનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ રહ્યું છે અને એમના નામ પર પૈસા માંગવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદની કિડની હોસ્પિટલના ડાયરેકટર સાયબર ક્રાઇમ નો ભોગ બન્યા છે. ડો વિનીત મિશ્રા નું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. ફેક એકાઉન્ટ મારફતે અલગ અલગ લોકો અને સંસ્થા પાસે રૂપિયા ની માંગણી કરાઈ છે. ડો વિનીત મિશ્રાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, કોઈ ફેક એકાઉન્ટ થી પૈસા ની માગણી કરે તો પૈસા ન આપવા અપીલ છે. ફેક એકાઉન્ટ મારફતે અનેક લોકો પાસે પૈસા ની માગણી થઈ