PUBG Mobile India લોન્ચને લઈને ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે. આજે કંપનીના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ટીઝર વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ PUBG મોબાઇલ ઇન્ડિયા લોંચ વિડિઓને અપલોડ કર્યા બાદ તરત જ તેને દૂર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, ભારતમાં પ્રતિબંધ લગાવ્યા બાદ આ ગેમની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. PUBG Mobile India ને પ્રથમ વખત કંપનીએ છેલ્લા વર્ષે નવેમ્બરમાં ટીઝ કર્યું હતું, જે પબજી મોબાઈલના અલ્ટરનેટિવના રૂપમાં લોન્ચ થવાનું હતું. ઘણા કેસોના વિલંબના કારણે આ ગેમ હજુ રીલીઝ થઈ શકી નથી ના તો તેની લોન્ચિંગની જાહેરાત થઈ છે. તેમ છતાં, આ ગેમ જલ્દી જ ભારતમાં લોન્ચ થઈ શકે છે, તેના સંકેત જરૂર મળે છે.

ટીઝરે પબજી મોબાઈલ ઇન્ડિયા લોન્ચની તારીખની જાહેરાત કરી નથી પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે, આ ગેમ ‘જલ્દી જ આવી રહી છે.” રિપોર્ટ્સ મુજબ ટીઝર વિડીયોમાં PUBG Mobile India ની લોન્ચ ડેટનો ખુલાસો થયો નથી. પરંતુ તેમાં માત્ર એટલું જ દેખાડવામાં આવ્યું છે કે, આ ગેમ જલ્દી જ લોન્ચ થશે.

ઉલ્લેખનીય છે કે, આવું પ્રથમ વખત થયું નથી. આ અગાઉ પણ ઘણી તક પર ગેમની લોન્ચિંગ ટીઝ થયું છે. આ વખતે ગેમની લોન્ચિંગનું આ ટીઝર યોગ્ય થઈ શકે છે, કેમકે માર્ચમાં રિપોર્ટ્સ આવી હતી કે, ગેમને સરકારથી મંજૂરી મળી ગઈ છે. તેનો અર્થ એ છે કે, અમે જલ્દી જ ગેમ ડેવલપર્સ તરફથી કોઈ જાહેરાત જોઈ શકીએ છીએ. તમને જણાવી દઈએ કે, પબજી મોબાઈલ ઇન્ડિયાની જાહેરાત છેલ્લા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આવનારી ગેમમાં યુઝર્સને ઓછી હિંસા, કેરેક્ટર અને તેમના કપડામાં ફેરફાર અને અન્ય ઘણા ચેન્જ જોવા મળી શકે છે. આ ગેમ દ્વારા ડેવલપર્સ એક પબજી મોબાઈલના એક શાનદાર વિકલ્પ આપવાના પ્રયાસમાં છે.