LIC ના IPO વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) નો IPO લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે નવેસરથી DRHP સબમિટ કર્યું છે. એલઆઈસીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોના આધારે નવો DRHP સબમિટ કર્યું છે. તમને જણાવી દઈએ કે, અગાઉ સેબીએ 13 ફેબ્રુઆરી, 2022ના રોજ એલઆઈસી દ્વારા ફાઈલ કરેલા ડ્રાફ્ટ દસ્તાવેજોને મંજૂરી આપી હતી. જેમાં સપ્ટેમ્બર સુધીના નાણાકીય પરિણામોની માહિતી સામેલ હતી.

એક અધિકારીએ જણાવ્યું છે કે, “ડિસેમ્બરના પરિણામોની સાથે એલઆઈસીના અપડેટેડ દસ્તાવેજો ફાઈલ કરવામાં આવ્યા છે.” નવી જાણકારી મુજબ, ઓક્ટોબર-ડીસેમ્બર ક્વાર્ટરમાં LIC ને 235 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. એપ્રિલથી ડીસેમ્બર 2021 ની વચ્ચે ચોખ્ખો નફો વધીને રૂ. 1,671.57 કરોડ થયો હતો.

સરકારને LIC ના લગભગ 31.6 કરોડ શેર અથવા પાંચ ટકા ભાગીદારીની વેચાણ દ્વારા IPO ના માધ્યમથી લગભગ 60,000 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે.

આ વિશ્વમાં વીમા કંપનીનો ત્રીજો સૌથી મોટો IPO છે. SBI કેપિટલ્સ, સિટીગ્રુપ, નોમુરા, જેપી મોર્ગન અને Goldman Sach સહિત પાંચ અન્ય સ્થાનિક અને વૈશ્વિક રોકાણ બેન્કો IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે. LIC IPO ના પાંચ ટકા કર્મચારીઓ માટે અને 10 ટકા વીમાધારક માટે અનામત રાખવામાં આવ્યા છે. LIC ના 26 કરોડ વીમાધારકો માટે 3.16 કરોડ શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે પરંતુ માટે વીમાધારક તેના માટે આવેદન કરી શકે છે, જેનું પાન પોલીસીથી લીંક અને ડીમેટ એકાઉન્ટ હશે.