BSNLએ એક સાથે ચાર નવા પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યા છે. BSNLના આ પ્લાનની કિંમત 184 રૂપિયા, 185 રૂપિયા, 186 રૂપિયા અને 347 રૂપિયા છે. આ પ્લાનની સાથે ગ્રાહકોને હાઈ-સ્પીડ ડેટાની સાથે અનલીમીટેડ કોલિંગ અને ફ્રી SMS મેસેજ મળશે. BSNLના આ પ્લાનને

સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ (STVs) હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. BSNL નાં આ પ્લાનમાં વિશેમાં સૌથી પહેલા TelecomTalkએ માહિતી આપી છે.

હવે સૌથી પહેલા ફાયદા વિશે વાત કરવામાં આવે તો 184 રૂપિયાના પ્લાનની સાથે બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. તેમાં દરરોજ 100 SMS પણ મળશે.

185 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. આ પ્લાનમાં પણ બધા નેટવર્ક પર અનલીમીટેડ લોકલ, એસટીડી કોલિંગ મળશે. આ પ્લાનમાં પણ દરરોજ 100 SMS ની સુવિધા મળશે. તેમાં એરીના મોબાઈલ ગેમિંગની સર્વિસ પણ ૨૮ દિવસ માટે મળશે.

જ્યારે 186 ના પ્લાનના ફાયદાની વાત કરીએ છીએ તો આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગની સુવિધા પણ મળી રહી છે. તેમાં પણ દરરોજ 1 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે હાર્ડી ગેમ સર્વિસ મળે છે. BSNL રૂ. 347 પર દરરોજ 100 SMS સાથે 2 GB ડેટા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં પણ Arena Mobile ગેમિંગ સર્વિસ 56 દિવસની વેલિડિટી સાથે મળશે.

તાજેતરમાં BSNL એ જણાવ્યું છે કે, અન્ય કોઈપણ નેટવર્કથી તેના નેટવર્ક પર આવતા ગ્રાહકોને 5 GB ડેટા મળશે. આ ફ્રી ડેટાની વેલિડિટી 30 દિવસની રહેશે. ફ્રી ડેટા માટેની એક શરત એ છે કે, તમને સોશિયલ મીડિયા પર BSNLના નેટવર્કમાં MNP કરવાનું કારણ જણાવવું પડશે અને કંપનીના પુરાવા મોકલવા પડશે.

BSNL ની નવી ફ્રી ડેટા ઓફર 15 જાન્યુઆરી 2022 સુધી છે. BSNL એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. MNP પૂર્ણ કર્યા બાદ ગ્રાહકોને #SwitchToBSNL સાથે ટ્વિટર અને ફેસબુક પર પોસ્ટ કરવાનું રહેશે. આ સાથે BSNL ને પણ ટેગ કરીને ફોલો કરવાનું રહેશે.