સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગ્રાહકો માટે ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. ગ્રાહક માટે પોતાની અનુકૂળતા મુજબ સસ્તા અને પરવડે તેવા પ્લાન લાવતી રહે છે. આ દરમિયાન, BSNL એ એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેને PV_2022 નામ રાખવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આઝાદીના અમૃત ઉત્સવ એટલે કે 75 વર્ષને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. BSNL એ સ્વતંત્રતા દિવસના અવસર પર આની રજૂઆત કરી છે.

આ પ્લાનની કિંમત 2022 રૂપિયા રાખવામાં આવી છે. આ એક લાંબી વેલિડિટી પ્લાન છે, જેમાં ગ્રાહકોને ઘણા ફાયદા મળે છે. ગ્રાહકોને આ પ્લાનમાં વન-ટાઇમ રિચાર્જ પર લાંબી વેલિડિટી, ડેટા અને કોલનો લાભ મળે છે.

BSNLના આ નવા પ્રીપેડ પ્લાન ‘PV_ 2022’માં દર મહિને 75 GB ડેટા ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં ગ્રાહકોને લગભગ એક વર્ષની વેલિડિટી મળે છે. વાસ્તવમાં, આ પ્લાનમાં ગ્રાહકોને 300 દિવસની વેલિડિટી મળે છે.

આ પ્લાનની સૌથી મહત્વની બાબત તેની વેલિડિટી છે. સાથે જ ગ્રાહકોને કોલિંગના રૂપમાં અનલિમિટેડ વોઈસ કોલિંગનો લાભ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS મફતમાં ઉપલબ્ધ છે. તેમાં દર મહિને 75 જીબી ડેટા મળે છે અને તે સમાપ્ત થયા પછી, ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 40Kbps થઈ જાય છે.

ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, તેમાં ગ્રાહકોને માત્ર 60 દિવસ એટલે કે 2 મહિના માટે 75 જીબી ડેટા મળશે. ત્યાર બાદ યુઝર્સને ડેટા માટે બીજા કોઈ પ્લાનથી રિચાર્જ કરાવું પડશે. અમે ઉલ્લેખ કર્યો છે તેમ, આ પ્લાન આઝાદીના અમૃત તહેવાર એટલે કે 75 વર્ષને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે, આ જ કારણ છે કે, તેમાં 75GB ડેટા આપવામાં આવે છે. આ ઓફર માત્ર 31 ઓગસ્ટ સુધી જ ઉપલબ્ધ રહેશે.