ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ટેલિકોમ ઉદ્યોગમાં રિચાર્જની બાબતમાં એરટેલ અને જિયોને પણ પાછળ છોડી દીધું છે. BSNL ખૂબ જ ઓછી કિંમતે વધુ સુવિધાઓ સાથે પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. તાજેતરમાં BSNL 19 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં તમને લાંબી વેલિડિટી સાથે કોલ કરવાની સુવિધા મળશે. આવો જાણીએ BSNLના ખૂબ જ સસ્તા અને હાઈ વેલિડિટી 19 રૂપિયાના પ્લાન વિશે…

19 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

BSNL નો નવો રૂ. 19 પ્રીપેડ પ્લાન 30 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનના રિચાર્જમાં તમારા કોલ રેટ 20 પૈસા પ્રતિ મિનિટ થઈ જાય છે. પ્લાનની વેલિડિટી 30 દિવસની છે, એટલે કે આ પ્લાનના રિચાર્જ પછી તમને 19 રૂપિયામાં 30 દિવસ સુધીની વેલિડિટી મળે છે. બીજા સિમને ચાલુ રાખવા માટે આ શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં તમને ઇનકમિંગની સુવિધા પણ મળશે.

49 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

BSNLના અન્ય રિચાર્જની વાત કરીએ તો 49 રૂપિયાનું પ્રીપેડ રિચાર્જ પણ તમારા માટે સારો વિકલ્પ હશે. આ પ્લાનમાં તમને 100 મિનીટની વોઈસ કોલિંગ 20 દિવસોની વેલીડીટી સાથે મળે છે. આ પ્લાનમાં 20 દિવસ માટે 1 જીબી ઈન્ટરનેટ ડેટા પણ મળે છે.

87 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

જો તમે કોલિંગ પ્લાન લેવા માંગો છો, તો 87 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે સારો વિકલ્પ છે. આ પ્લાનમાં 14 દિવસ માટે અનલીમીટેડ વોઈસ કોલિંગ અને 1 GB ઇન્ટરનેટ ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS ની સુવિધા પણ મળે છે.

105 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

105 રૂપિયાના BSNL પ્લાનમાં 22 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા અને SMSની સુવિધા ઉપલબ્ધ નથી.

118 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

જો તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે ઇન્ટરનેટ ડેટા જોઈએ છે, તો 118 રૂપિયાનો રિચાર્જ પ્લાન તમારા માટે સારો વિકલ્પ છે. આ પ્લાનમાં 20 દિવસની વેલિડિટી સાથે અણલીમીટેડ વોઇસ કોલિંગ અને 0.5 GB ઇન્ટરનેટ ડેટા મળે છે.