ટેલિકોમ ઓપરેટરો વચ્ચે સસ્તા પ્લાનની સ્પર્ધા ચાલી રહી છે. ગ્રાહકો માટે કંપનીઓ એક કરતા વધુ પ્લાન ઓફર કરે છે. Vodafone Idea 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ સિવાય તેમાં દરરોજ SMS પણ મળે છે.

તેના સિવાય યુઝર્સને તેમાં Binge Night, Weekend Data Rollover અને Data Delight ઓફર્સ મળે છે. આ સિવાય Vi Movies અને TV ક્લાસિક એક્સેસ માટે OTT સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.

બીજી તરફ, જો આપણે Jio વિશે વાત કરીએ, તો ગ્રાહકોને તેના 299 રૂપિયાના પ્લાનમાં વધુ ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે.

તેની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે તેમાં યુઝર્સને કુલ 56 GB ડેટા મળશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. આ સાથે જ યુઝર્સને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે.

Airtel ની વાત કરવામાં આવે તો ગ્રાહકોને 299 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી પણ મળે છે, તેની સાથે જ તેમાં દરરોજ 100 SMS પણ મળશે, અને તેની સાથે એરટેલ થેંક્સ બેનિફિટ પણ મળશે.

આ પ્લાન Vi પ્લાન જેવો જ છે. આમાં યુઝર્સને 299 રૂપિયામાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. તેની સાથે, તે એમેઝોન પ્રાઇમ વિડિયોનું મોબાઇલ એડિશન, ફ્રી વિંક મ્યુઝિક અને શો એકેડમીની એક્સેસ પણ મેળવે છે. આજી.