ભારત જેવા દેશોમાં ચાઈનીઝ સ્માર્ટફોનનો દબદબો છે. Xiaomi, Oppo, Realme અને Vivo એ ભારતમાં ટોચની 5 સ્માર્ટફોન બ્રાન્ડ્સ છે. આ જ 5G સ્માર્ટફોન માર્કેટ પર ચીનની સ્માર્ટફોન બ્રાન્ડ Realmeનો કબજો છે. Realme ભારતની નંબર-1 5G સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આંકડા અનુસાર, ભારતમાં લગભગ 80 ટકા સ્માર્ટફોન માર્કેટ પર ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સનો કબજો છે. મતલબ કે ભારતમાં હાજર દરેક 10માંથી 8 ચીની સ્માર્ટફોન છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં ચાઈનીઝ બ્રાન્ડેડ સ્માર્ટફોન પસંદ કરવામાં આવતા નથી.

ચીનની નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ કોણ છે

ઑક્ટોબર 2021ના રિપોર્ટ અનુસાર, Oppoને પાછળ છોડીને, Apple ચીનમાં ટોચની સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે. Apple iPhone સ્માર્ટફોન ચીનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર મહિનામાં Apple iPhone 13 સિરીઝના સ્માર્ટફોનમાં પાછલા મહિનાની સરખામણીમાં 46 ટકાનો વધારો નોંધાયો છે. ચીનની દિગ્ગજ ટેક કંપનીઓ Huawei, Vivo, Oppo ટોપ સ્માર્ટફોન બ્રાન્ડ બનવામાં નિષ્ફળ રહી છે.

Apple એ Oppo અને Vivo ને પાછળ છોડી દીધું

આ વર્ષે માર્ચમાં, Oppo ચીનની સૌથી મોટી સ્માર્ટફોન કંપની તરીકે ઉભરી હતી. પરંતુ વિવો માર્ચ 2021 માં ટોચના બનવામાં સફળ રહ્યો. પરંતુ ઓક્ટોબરમાં એપલ આ તમામ કંપનીઓને પાછળ છોડીને ચીનની અગ્રણી સ્માર્ટફોન કંપની બની ગઈ છે. ડિસેમ્બર 2015 પછી આ પ્રથમ વખત છે જ્યારે Apple ચીનમાં ટોચની સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી છે. રિપોર્ટ અનુસાર Huawei છેલ્લા કેટલાક સમયથી પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાંથી બહાર છે. છેલ્લા 5 થી 6 મહિનામાં Huawei ના માર્કેટ શેરમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. તેનો સીધો ફાયદો એપલને મળ્યો છે.

જેનો કેટલો રહ્યો બજાર હિસ્સો

– Apple – 22 ટકા
– Vivo – 20 ટકા
– Oppo – 18 ટકા
– Huawei – 8 ટકા