ટેલિકોમ કંપનીઓ વધુથી વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવી યોજનાઓ શરૂ કરી રહી છે. પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો થયા બાદ યુઝર્સ સસ્તા પ્લાન પ્રદાન કરતા ઓપરેટર્સની શોધમાં છે. આવી સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ આકર્ષક ઓફર્સ આપીને યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

 

આવી જ એક ઓફર વોડાફોન આઈડિયાને લઈને આવ્યું છે. Vi પોતાના યુઝર્સને પોતાના યુઝર્સને પોતાની પસંદગીનો નંબર પસંદ કરવાની તક રહી છે. ખાસ વાત એ છે કે, તેમની પસદંગીનો મોબાઈલ નંબર તમને ઘરે બેઠા મળી જશે. વોડાફોન આઈડિયા યુઝર્સને ફ્રી ડોરસ્ટેપ ડીલીવીરી સાથે પ્રીમીયમ, ફ્રેન્સી અને કસ્ટમાઈઝ્ડ મોબાઈલ નંબરોને પસંદ કરવાની તક રહી છે.

 

જો તમે તમારા લકી નંબર, અથવા પછી બર્થ ડેની તારીખ, લગ્નની વેડિંગ તારીખના આધારે મોબાઈલ નંબર શોધી રહ્યા છે જ્યારે વોડાફોન-આઈડિયા તમને આ તક આપી રહી છે. તમે જે રીતનો નંબર ઈચ્છો છો, તેને તમે પસંદ કરી શકો છો. પ્રીપેડ અને પોસ્ટપેડ, બંને રીતના યુઝર્સ તે પ્રીમીયમ નામ્બ્રોને લઈને ફાયદો ઉઠાવી શકે છે.