ટ્વિટર યુઝર્સનો ડેટા ફરી એક વખત લીક થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, ટ્વિટરના લગભગ 5.4 મિલિયન (54 લાખ) વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા વેચાણ માટે ઉપલબ્ધ છે. રિસ્ટોર પ્રાઈવસીના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે 2022 માં યુઝર્સના ડેટા હેકિંગની ઘટના બની છે. આ ડેટા લીક એ જ બગને કારણે છે, જેના માટે ટ્વિટરએ બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ ઝિરિનોવસ્કી નામના હેકરને $5,040 (રૂ. 4,02,386) આપ્યા હતા.

જાન્યુઆરીમાં સામે આવેલા ટ્વિટરના આ બગને કારણે યુઝર્સના ફોન નંબર, ઈ-મેઈલ, આઈડી, નામ અને સરનામા લીક થઈ ગયા હતા. આ ડેટા લીક ટ્વિટરના એન્ડ્રોઈડ યુઝર્સની ઓથોરાઈઝેશન પ્રક્રિયામાં બગના કારણે થયું છે. આ પ્રક્રિયા દ્વારા, એ તપાસવામાં આવે છે કે તે જ નંબર અથવા નામ અથવા ઈ-મેલ આઈડી સાથે બીજું એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે કે નહીં.

જ્યારે આ બગને ઠીક ના કરતા એક હેકરે આ ખામીનો ફાયદો ઉઠાવ્યો અને લાખો વપરાશકર્તાઓનો ડેટા વેચાણ માટે ઉપલબ્ધ કરાવી દીધો છે. હેકરે ડેટા હેકર્સ ફોરમ પર વેચાણ માટે મૂક્યો છે. અહીં સ્પષ્ટ કરી દો કે આ ડેટા લીકમાં યુઝર્સના પાસવર્ડ સામેલ નથી.

થોડા દિવસો પહેલા ફ્લિપકાર્ટની માલિકીની કંપની ક્લિયરટ્રિપ પર મોટો સાયબર હુમલો થયો હતો. આ હુમલા બાદ ડાર્ક વેબ પર ક્લિયરટ્રિપ યુઝર્સનો ડેટા વેચવામાં આવી રહ્યો હતો. Cleartrip એ પોતે જ આ ડેટા લીક અંગે ગ્રાહકોને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં Cleartrip એ કહ્યું હતું કે, “તમને જાણ કરવામાં આવી રહી છે કે સુરક્ષા ભંગ થયો છે અને હેકર્સે Cleartrip ની આંતરિક સિસ્ટમમાં પ્રવેશ મેળવી લીધો છે.” આ સિવાય કંપનીએ ઈમેલમાં કહ્યું કે, આ ડેટા લીકમાં માત્ર યુઝર્સની પ્રોફાઈલ માહિતી જ લીક થઈ છે.