સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, ગેમિંગ સ્ટ્રીમિંગ માર્કેટમાં અસમર્થ હોવા પર તે પોતાની ગેમિંગ એપને બંધ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ એપની 2 વર્ષ પહેલા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને માંગ પર વિડિઓ ગેમ્સ જોવા અને રમવાની મંજૂરી આપે છે. કંપનીએ જણાવ્યું છે કે, 28 ઓક્ટોબર, 2022 થી આ એપ એન્ડ્રોઇડ અથવા iOS પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેમ છતાં તેને ફેસબુક એપ દ્વારા વધુ એક્સેસ કરી શકાય છે.

ફેસબુકે યુઝર્સ માટે એક અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે, “એપ લોન્ચ થયા બાદ ગેમર્સની એક શાનદાર કમ્યુનીટી બનાવવા માટે જે કંઈપણ કર્યું છે, તેના માટે અમે તમારા બધાનું હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પરંતુ અમે તેને બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ આ સમાચાર હોવા છતા, ખેલાડીઓ, ચાહકો અને સર્જકોને તેમની મનપસંદ રમતોથી જોડવાનો અમારો ઉદ્દેશ્ય બદલાયો નથી, અને તમે ફેસબુક એપમાં ગેમિંગ પર જઈને પોતાની ગેમ સ્ટ્રીમર અને ગ્રુપને શોધી શકશો.”

2020 માં કોરોના યુગ થયો હતો લોન્ચ

ફેસબુકે એપ્રિલ 2020 માં તેની ગેમિંગ એપ માર્કેટમાં લોન્ચ કરી હતી. આ એપ કોરોનાના સમયગાળામાં લોન્ચ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે યુઝર્સ તેમના ઘરોમાં કેદ હતા અને ગેમ રમવા માટે નવા પ્લેટફોર્મની શોધમાં હતા. તેમ છતાં કંપનીને અપેક્ષા મુજબનું પરિણામ મળ્યું નથી. ફેસબુકે તેને ચલાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. કંપનીએ બ્રાઝિલના ફૂટબોલર નેમાર જુનિયર અને ડિગુઈજ્ડ ટોસ્ટ, રમી જેવી ખ્યાતનામ હસ્તીઓને પણ સામેલ કરી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.