સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની Facebook પોતાના નામ બદલવાની યોજના કરી રહ્યું છે. જી હા, થોડા દિવસોમાં ફેસબુકનું નામ બદલાઈ પણ શકે છે. ધ વર્જની એક રિપોર્ટ મુજબ, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ૨૮ ઓક્ટોબરના થનારી કંપનીની કન્ટેન્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની યોજના પર વાત કરવામાં આવી શકે છે. તેમ છતાં, આ સંભાવના પણ છે કે, ફેસબુક પોતાની રી-બ્રાન્ડિંગના સમાચાર કોન્ફરન્સ પહેલા શેર કરી શકે છે.

બ્રાન્ડિંગના આ પ્રોસેસમાં ફેસબુકની ઓરીજનલ એપ એન સર્વિસ જેમ છે તેમ જ ચાલતી રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વાસ્તવમાં, આ કંપનીની રી-બ્રાન્ડીંગ છે અને કંપનીના બાકી પ્રોડક્ટ્સ જેવા કે, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને કંપનીના નવા બેનર હેઠળ લાવવાની યોજના છે. અત્યારે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામને ફેસબુકના પ્રોડક્ટ્સ કહેવામાં આવે છે, પરંતુ ફેસબુક પોતે એક પ્રોડક્ટ છે.

રિપોર્ટ મુજબ, હવે એક કંપની બનાવવામાં આવી રહી ચેમ જેના અંદર આ ત્રણે સોશિયલ મીડિયા એપ્સની સાથે-સાથે ઓકુલ્સ સહિત બાકી બધી પ્રોડક્ટ્સ રહેશે.

તમને જણાવી દઈએ કે, આવી રીતે કામ ગૂગલે પણ કર્યું હતું. ગુગલે પોતાની બધી સેવાઓ માટે અલ્ટાબેટ ઇક નામની પેરેન્ટ કંપની બનાવી હતી.