Gmail Down : Google ની ફ્રી ઇમેઇલ સર્વિસ જીમેલ ડાઉન હોવાની જાણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે જીમેલ સેવાએ ભારતના કેટલાક ભાગોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. આના કારણે, યુઝરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવા સમાચાર છે કે યુઝરો Gmail થી કોઈ સંદેશ મોકલવા સક્ષમ નથી. વળી, યૂઝર્સને Gmail તરફથી મેસેજ પણ મળતા નથી. ભારતમાં જીમેલ સેવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પ્રાઇવેટથી માંડીને ઓફિશિયલ કામ જીમેલથી થાય છે. આવી સ્થિતિમાં જીમેઇલ ડાઉન થવાની સૌથી મોટી અસર ભારતમાં જોવા મળી રહી છે.

ગૂગલે નથી આપી કોઈ સ્પષ્ટતા

Down Detector વેબસાઈટ મુજબ, લગભગ 68 ટકા યુઝર્સે ફરિયાદો નોંધાવી છે કે તેમને Gmail નો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરમાં આશરે 18 ટકા લોકોએ સર્વર ડાઉન હોવાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે 14 ટકા લોકોએ Gmail માં લોગીન ન કરી શકવાની ફરિયાદ નોંધાવી છે. ભારતમાં ઘણા યુઝરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Gmail ડાઉન હોવાની જાણ કરી રહ્યા છે. અત્યાર સુધી ગૂગલના Gmail ને ડાઉન કરવા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ સતત અટકી રહ્યા છે

આ પહેલી ઘટના નથી, થોડા દિવસો પહેલા આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી, મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં રિલાયન્સ જિયોનું નેટવર્ક અટકી ગયું હતું. હવે જીમેલ સેવા બંધ છે. આને કારણે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારતીય યુઝરો ને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ એક પછી એક અટકી રહ્યા છે.