સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ સંપૂર્ણ ભારતમાં પોતાના ભારત ફાઈબર (FTTH), એર ફાઈબર અને DSL બ્રોડબેન્ડ ગ્રાહકો માટે નવા વર્ષ 2022 માટે ઓફર્સની જાહેરાત કરી છે. BSNL ગ્રાહકો હવે રૂ. 999 થી શરૂ થતા પ્લાન સાથે એમેઝોન ફાયર ટીવી સ્ટિક પ્રાપ્ત કરી શકે છે. આ પ્લાન 1 જાન્યુઆરી, 2022 થી તમામ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે. તો આવો જાણીએ આ ઓફર અને પ્લાન વિશે….

આ ઓફર માત્ર તે ગ્રાહકો માટે છે જે BSNL બોસ પોર્ટલના માધ્યમથી એન્યુઅલ એડવાન્સ પેમેન્ટ પ્લાન માટે અરજી કરવા તૈયાર છે. તેના સિવાય જો યુઝર્સનો બ્રોડબેન્ડ પ્લાન ૯૯૯ રૂપિયાથી ઓછો છે, જો તેમના પોતાના પ્લાનને ૯૯૯ રૂપિયા અથવા તેનાથી વધુ કિંમત વાળા પ્લાનમાં અપગ્રેડ કરવો પડશે. તેના માટે BSNL કસ્ટમર્સ સેલ્ફ કેર પોર્ટલ અથવા BSNL કસ્ટમર્સ સર્વિસ સેન્ટર પર અરજી કરી શકો છો.

દ્વારા વાર્ષિક એડવાન્સ પેમેન્ટ પ્લાન માટે અરજી કરવા ઈચ્છુક છે. આ સિવાય જો યુઝરનો બ્રોડબેન્ડ પ્લાન 999 રૂપિયાથી ઓછો છે, તો તેણે પોતાના પ્લાનને 999 રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતના પ્લાનમાં અપગ્રેડ કરવો પડશે. તેના માટે BSNL કસ્ટમર્સ સેલ્ફ કેર પોર્ટલ અથવા BSNL કસ્ટમર્સ સર્વિસ સેન્ટર પર અરજી કરી શકો છે.

જો તમે ઉપરોક્ત શરતોને પૂર્ણ કરો છો, તો તમે BSNL ના બોસ પોર્ટલ પર જઈ શકો છો અને ત્યાર પછી તમે તમારી એમેઝોન ફાયર ટીવી સ્ટિકને સિલેક્ટ કરી શકો છો અને ત્યાર બાદ તમને વાર્ષિક ચુકવણી યોજના હેઠળ એક વર્ષ માટે ઓનલાઇન એડવાન્સ મેળવી શકો છો. સક્સેસફૂલ પેમેન્ટ બાદ BSNL તમને સિલેક્ટેડ ડીવાઈઝને કસ્ટમર બિલિંગ એડ્રેસ પર મોકલી દેશે.

આ સિવાય BSNL એ કેરળ ટેલિકોમ સર્કલ માટે રૂ. 499 ની કિંમતના બ્રોડબેન્ડ પ્લાનને રેગ્યુલર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર, તેમાં વધારાના ચાર્જ વગર 1000 GB ડેટા 50 Mbps ની ઝડપે ઓફર કરી રહી છે.