કોરોના કાળમાં ઓનલાઈન ટ્રાજેક્શન વધુ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન Google Pay ,યુઝર્સ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં કરોડો યુઝર્સ વાળી આ એપમાં નવું ફીચર એડ થવા જઈ રહ્યું છે. જેના આધારે હવે યુએસથી બેસી કોઈ પણ તમારા ગૂગલ પે પર સીધા પૈસા મોકલી શકાશે.

આ ખાસ સર્વિસ માટે ગૂગલે પોપ્યુલર મની ટ્રાન્સફર કંપની Western Union અને Wise ની સાથે ભાગીદારી કરી છે. તેની મદદથી Google Pay યુઝર્સ અમેરિકાથી ભારત અને સિંગાપુરમાં બીજા ગૂગલ પે યુઝર્સની સાથે સીધા પૈસા મોકલી શકશે. અત્યાર સુધી આ સર્વિસ માટે દેશના અંદર જ કામ કરતી હતી. અત્યારે આ એપના ભારતીય યુઝર્સ યુએસમાં મની ટ્રાન્સફર કરી શકતા નથી.

Google Pay એ Western Union અને Wise ની સાથે મળી એપ પર નવું ઈંટીગ્રેશન એડ કરવામાં આવ્યું છે, જેમાં યુઝર્સ પોતાની પસંદના આધારે સર્વિસ પ્રોવાઈડરને સિલેક્ટ કરી શકશે. Google Pay ના પ્રોડક્ટ મેનેજર Viola Gauci ના મુજબ આ વર્ષના અંતમાં અમે આશા કરી રહ્યા છીએ અમેરિકાના ગૂગલ પે યુઝર્સ Western Union દ્વારા દુનિયાભરના ૨૦૦ થી વધુ દેશો અને Wise દ્વારા ૮૦ થી વધુ દેશોમાં મની ટ્રાન્સફર કરી શકશે.

૧૬ જૂન સુધી મળશે ફ્રી સર્વિસ

ગૂગલ મુજબ Western Union 16 જૂન સુધી Google Pay દ્વારા મની ટ્રાન્સફર માટે અનલીમીટેડ ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરશે. જ્યારે Wise નવા કસ્ટમર્સ માટે ૫૦૦ ડોલર સુધીના પ્રથમ ટ્રાન્સફરને ફ્રીમાં આપશે.