જો તમે એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ મળી છે, જે ખતરનાક મેલવેરથી ભરેલી હતી. ખાસ વાત એ છે કે, આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 5 લાખથી વધુ ડાઉનલોડ્સ મળ્યા હતા. રિપોર્ટ મુજબ, એપમાં જોકર માલવેર મળી આવ્યું છે. તમામ યુઝર્સને સલાહ આપવામાં આવી રહી છે કે, તેઓ આ એપને તરત જ ડિલીટ કરી દે, નહીં તો તેમને મોટું નુકસાન થઈ શકે છે.

 

 

રિપોર્ટ અનુસાર, આટલી મોટી સંખ્યામાં યુઝર્સ માટે ખતરો ઉભી કરનાર એપનું નામ કલર મેસેજ છે. આ એપ્લિકેશન ઇમોજી સાથે SMS ટેક્સ્ટિંગને વધુ મનોરંજક બનાવવાનો દાવો કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પરની આ એપ પહેલી નજરે સલામત લાગે છે. પરંતુ મોબાઈલ સિક્યોરિટી સોલ્યુશન્સ ફર્મ Pradeo ની ટીમે શોધી કાઢ્યું છે કે, કલર મેસેજ ખરેખર જોકર માલવેરથી સંક્રમિત છે.

 

 

સિક્યોરિટી ફર્મે આ જોકર માલવેરને ફ્લીસવેરની શ્રેણીમાં રાખ્યું છે. આ એપ્લિકેશનનું મુખ્ય કાર્ય વપરાશકર્તાઓની પરવાનગી વિના પ્રીમિયમ સેવામાં સબ્સક્રાઈબ કરવાનું છે. હેરાન કરનારી વાત એ છે કે, માલવેર શોધ લગભગ એક વર્ષ જૂનું છે પરંતુ તેમ છતાં તે 16 ડિસેમ્બર સુધી Google Play Store પર ઉપલબ્ધ હતું. તેમ છતાં ગૂગલ પ્લે સ્ટોરે એપને સ્ટોરમાંથી પ્રતિબંધિત કરી દીધી છે.