દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાવાયરસના નવા પ્રકાર વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ગૂગલે ૧૦ જાન્યુઆરી 2022 થી રિટર્ન ટુ ઓફીસ પ્લાનને તેમ છતાં અનિશ્વિત કાળ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. Alphabet Inc ની કંપની Google એ જણાવ્યું છે કે, કોરોના ઓમિક્રોન વેરિઅન્ટથી વેશ્વિક સ્તર પર ખતરો મંડરાઈ રહ્યો છે. એવામાં કંપનીએ ફરજીયાત રસીકરણના નિયમો વચ્ચે થોડા સમય માટે વર્ક ફ્રોમ હોમ મોડ પર કામ કરશે.

 

Google એ ઓગસ્ટમાં જણાવ્યું હતું કે, તે નવા વર્ષમાં 10 જાન્યુઆરીથી અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરશે. ત્યાર બાદ વર્ક ફ્રોમ હોમ પોલિસી સમાપ્ત થઈ જશે. ગુરુવારના Google અધિકારીઓએ કર્મચારીઓને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઓફિસમાં પાછા ફરવાની યોજના હજી લાગુ કરવામાં આવશે નહીં. રિટર્ન ટુ ઓફિસ પ્લાન અંગેનો નિર્ણય આગળના સંજોગો જોયા બાદ જ લેવામાં આવશે.

 

તમને જણાવી દઈએ કે, કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા બાદ તાજેતરના અઠવાડિયામાં લગભગ 40 % અમેરિકન કર્મચારી ઓફિસમાં પાછા ફર્યા છે. પરંતુ હવે ઓમિક્રોનના કારણે ફરીથી વર્ક ફોર્મ જેવી પરીસ્થિતિ બની છે. કોરોના મહામારી દરમિયાન ગૂગલે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેનારી પ્રથમ કંપનીઓમાંથી એક હતી. ગૂગલની લગભગ ૬૦ દેશોમાં ૮૫ ઓફીસ રહેલી છે.

 

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ Mountain View નામના શહેરમાં Google નું હેડક્વાટર છે, જે ખૂબ જ જોવાલાયક છે. 26 એકરમાં બનેલી આ ઓફિસનું નામ Google Plex છે. ગુગલ અને કોમ્પ્લેક્સ શબ્દોને જોડીને આ નામ નક્કી કરવામાં આવ્યું છે.