ટેલિકોમ કંપનીઓ દ્વારા પોતાના રિચાર્જ પ્લાન ટેરિફ પર કિંમતોને વધાર્યાને એક મહિનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારની ડિસ્કાઉન્ટ કૂપન વધતા મોંઘા ટેરિફ પ્લાન સામે લડી રહેલા ગ્રાહકો માટે વરદાન જેવું છે. એવામાં એરટેલે પોતાના કેટલાક પ્રીપેડ પ્લાન પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની આ ડિસ્કાઉન્ટની સાથે-સાથે કેટલાક પ્લાન્સ પર એક્સ્ટ્રા ડેટા કૂપન પણ આપી રહી છે. તો આવો જાણીએ અમે તમને આ ડિસ્કાઉન્ટ વિશેમાં જણાવી દઈએ….

 

કંપની પોતાના ગ્રાહકોને તેના કેટલાક પ્રીપેડ પ્લાન પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે, જો તમે એરટેલની થેંક્સ એપના યુઝર હોવ તો જ તમે આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકશો. આ સિવાય કંપની થેંક્સ એપ દ્વારા પ્લાન સબસ્ક્રાઈબ કરનારા યુઝર્સને વધારાના ડેટા કુપન પણ આપે છે.

 

શું છે 359 રૂપિયાના પ્લાનની ઓફર

અમે કંપનીના 359 રૂપિયાના પ્લાનની વાત કરીએ છીએ. કંપનીના આ પ્લાનને બેઝિક પ્લાન માનવામાં આવી શકે છે. તેમાં કંપની તમને દરરોજ 2GB ડેટા, અમર્યાદિત કોલ્સ અને 100 SMS આપે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જ્યારે તમે કંપનીની થેંક્સ એપ દ્વારા આ પ્લાન લો છો, તો તમને આ માત્ર 309 રૂપિયામાં મળશે અને તેની સાથે તમને 2 જીબી વધારાનો ડેટા પણ મળશે જેને તમે ગમે ત્યારે રિડીમ કરી શકો છો.

 

599 રૂપિયાનો રિચાર્જ પ્લાન ઓફર

કંપનીના 599 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં તમને દરરોજ 3GB ડેટા, અમર્યાદિત કોલ્સ અને 100 SMS મળે છે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને આ પ્લાન સાથે કંપની તમને Disney-Hotstar સબસ્ક્રિપ્શન પણ આપે છે. કંપનીની થેંક્સ એપ દ્વારા આ પ્લાનને સબસ્ક્રાઈબ કરવાથી તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તેમજ 4 GB વધારાનો ડેટા મળશે.