એરટેલે સોમવારે રૂ. 699 થી શરૂ થતા ત્રણ નવા Xstream ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યા છે, જેમાં તમે ઇન્ટરનેટની સાથે 350 થી વધુ ટીવી ચેનલો એક્સેસ કરી શકો છો. ‘ઓલ-ઇન-વન’ નામથી, નવો એરટેલ બ્રોડબેન્ડ પ્લાન એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની+ હોટસ્ટાર અને નેટફ્લિક્સ સહિત 17 પ્રીમિયમ ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મનો એક્સેસ આપે છે. બ્રોડબેન્ડ યોજનાઓ “શૂન્ય” ઇન્સ્ટોલેશન ખર્ચ અને પ્રથમ મહિના માટે મફત સેવા પ્રદાન કરવાનો પણ દાવો કરે છે. OTT ઍક્સેસ મેળવવા માટે વપરાશકર્તાઓએ Airtel 4K Xstream TV Box ખરીદવાની જરૂરીયાત છે.

નવા પ્લાનમાં શું છે ખાસઃ

નવા ઓલ-ઇન-વન એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન રૂ. 699, રૂ. 1,099 અને રૂ. 1,599ના માસિક શુલ્ક સાથે આવે છે. આ યોજનાઓ દર મહિને 3333 GB ની Fair Usage Policy (FUP) ની સાથે અનલીમીટેડ ડેટા ઓફર કરે છે.

અનલીમીટેડ ડેટા સાથે, Xstream ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન એરટેલ Xstream પ્રીમિયમને એક્સેસ કરવાની મંજૂરી આપે છે જે SonyLIV, ErosNow, Lionsgate Play અને Hungama Play સહિત 14 ઓવર-ધ-ટોપ (OTT) એપ્સ માટે સિંગલ લોગિન પ્લાન છે. આ યોજનાઓ 350 થી વધુ ટીવી ચેનલોનું એક્સેસ પ્રદાન કરે છે જેને ગ્રાહકો એરટેલ 4K Xstream બોક્સ ખરીદ્યા બાદ એક્સેસ કરી શકે છે જે રૂ. 2,000ની એક વખતની ફીમાં ઉપલબ્ધ છે.

એરટેલની નવી બ્રોડબેન્ડ યોજનાઓ પર એક નજર કરીએ:

699 રૂપિયાનો એરટેલ બ્રોડબેન્ડ પ્લાન 40 Mbps ની સ્પીડ મળે છે, જ્યારે 1,099 રૂપિયાનો પ્લાન 200 Mbps સ્પીડ ઓફર કરે છે અને 1,599 રૂપિયામાં 300 Mbps સ્પીડનો લાભ મેળવી શકો છો.

699 રૂપિયાનો પ્લાન Airtel Xstream પ્રીમિયમ ઉપરાંત Disney+ Hotstar એક્સેસ સાથે પણ આવે છે. તેમ છતાં રૂ. 1,099 ના પ્લાનમાં એમેઝોન પ્રાઇમ અને ડિઝની+ હોટસ્ટાર સાથે આવે છે, જ્યારે રૂ. 1,599નો પ્લાન બે અન્ય OTT સેવાઓ ઉપરાંત નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે.

એરટેલ પાસે તેના હાલના Jio 499, 999, અને 1,498 Xstream ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન પણ છે જે સમાન લાભો આપે છે.