ઘરેલુ કંપની Cockatoo ભારતીય બજારમાં તમામ વિદેશી કંપનીને ટક્કર આપવા માટે તૈયાર છે. કંપનીની નવી અને પ્રથમ સ્માર્ટવોચ Cockatoo Y2 Smart આગામી અઠવાડિયે એમેઝોન પર લોન્ચ થવા જઈ રહી છે. Cockatoo Y2 Smart સ્માર્ટમાં ઘણા પ્રકારની ફીટનેસ ટ્રેકિંગ ફીચર્સ મળશે. તેના વાય તેમાં 12 વોચ ફેસેજ મળશે અને જીપીએસનો પણ સપોર્ટ છે. ચાલો જાણીએ Cockatoo Y2 Smart વિશે વિસ્તારથી….

Cockatoo Y2 Smartની કિંમત અને ફીચર્સ

Cockatoo Y2 Smart નું વેચાણ એમેઝોન ઇન્ડિયા પર પ્રાઈમ ડે સેલમાં 26-27 જુલાઇથી થશે. તેની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 1.4 ઇંચની TFT ટચ ડિસ્પ્લે છે જેની સાથે 12 વોચ ફેસેજ ઉપલબ્ધ થશે. તેનું બોડી પ્લાસ્ટિકનું છે અને તેને વોટર રેઝિસ્ટન્ટ માટે IP68 રેટિંગ મળ્યા છે.

આ વોચમાં Apollo 3 પ્રોસેસર અને UBLOX સાથે જીપીએસ (GPS) નો સપોર્ટ છે. તેમાં સ્લીપ મોનિટર, બ્રિડ ટ્રેનિંગ મોડ, સ્ટેપ કાઉન્ટર, કેલરી બર્ન જેવા ફીચર્સ છે. તેમાં વોકિંગ, રનિંગ, સાયકલિંગ જેવા સ્પોર્ટ્સ મોડ્સ પણ છે. આ વોચ પર તમને ફોન પર આવનાર તમામ નોટિફિકેશન મળશે. આ વોચ એક વર્ષની ફ્રી રિપ્લેસમેન્ટ વોરંટીની સાથે આવે છે. તેમાં ફાઈન્ડ માય ફોન ફીચર પણ છે.