એલોન મસ્કથી મજાક કરવો પડ્યો મોંઘો, હિન્દીમાં ટ્વીટ કરનાર ઇયાન વુલફોર્ડનું એકાઉન્ટ સસ્પેન્ડ

આજે સવારથી એટલે કે 5 નવેમ્બરની સવારથી એલોન મસ્કના ક્લોન એકાઉન્ટે બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ હવે આ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયન હિન્દી પ્રોફેસર ઈયાન વુલફોર્ડ ઓસ્ટ્રેલિયાની એક કોલેજમાં હિન્દીના પ્રોફેસર છે. ટ્વિટર પર તેમનું એકાઉન્ટ @iawoolford હેન્ડલ પરથી છે.
તે આજે આ એકાઉન્ટ પરથી હિન્દીમાં સતત ટ્વિટ કરી રહ્યા હતા. તેમને ભોજપુરીના સૌથી લોકપ્રિય ગીત લોલીપોપ લાગેલુના ગીતો પણ ટ્વીટ કરી હતી. આ સિવાય તેના એકાઉન્ટમાંથી “ટ્વિટર તેરે ટુકડે હોંગે” ગેંગને પણ $8 ચૂકવવા પડશે” જેવી ટ્વિટ પણ કરવામાં આવી હતી.
ઈવાને પ્રોફાઈલ તસ્વીરથી લઈને કવર ફોટો, બાયો અને નામ સુધી એલન મસ્કનું બદલી નાખ્યું હતું. આવી સ્થિતિમાં, ઘણા વપરાશકર્તાઓને છેતરવામાં આવી રહ્યા હતા કે, ઇલોન મસ્ક હિન્દીમાં ટ્વિટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટ્વિટરમાં આ ફીચર છે તેના દ્વારા તમે નામથી લઈને બાયો સુધી બદલી શકો છો, તેમ છતાં એક જ બને છે જેને ક્યારેય બદલી શકાતું નથી.
એલોન મસ્કે બ્લુ ટિક માટે $8 ચાર્જ કરવાની જાહેરાત કરી છે, ત્યારથી ત્યાં હોબાળો મચી ગયો છે, પરંતુ મસ્ક કહી રહ્યા છે કે $8 કોઈપણ સંજોગોમાં ચૂકવવા પડશે. આ સિવાય તેણે ટ્વિટરના લગભગ 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં સમગ્ર ટ્વિટર ટીમને બરતરફ કરવામાં આવી છે.