પેગાસસ વિવાદે એક વખત ફરીથી મોબાઇલ સ્પાઈની આશંકાઓને સામે લાવી દીધી છે. સામાન્ય ઇન્ટરનેટ વપરાશકર્તાઓને પેગાસસ જેવા સ્પાઈ ટુલથી ડરવાની જરૂરત નથી, જ્યારે અન્ય હેકિંગ અને સ્પાઈ સોફ્ટવેર અને એપ છે જેનાથી યુઝર્સને સાવધાન રહેવાની જરૂરત છે. જ્યારે તેમાં કેટલીક એપ તમારા ફોન પર ફાઇનાન્સ સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે કેટલીક ફોટો ગેલેરી, કોલ, મેસેજ અને વધુ કેટલીક અન્ય માહિતી ચોરી શકે છે. આ સ્પાઈ એપ અને ટૂલ્સ તમારા ઉપકરણની અંદર છુપાય જાય છે અને સરળતાથી મળતા નથી. તો આવો તમને જણાવી દઈએ કે, આવી 10 ગતિવિધિઓ તો સમજી જાવ કે, તમારો ફોન હેક થઈ ગયો છે. .

1- જ્યારે ફોનની બેટરી સામાન્ય કરતા વધુ ઝડપથી સમાપ્ત થઈ રહી છે : જો તમારા ફોનની બેટરી સામાન્ય કરતા વધુ ઝડપથી સમાપ્ત થઈ રહી છે, તો પછી તમારા ફોનમાં સ્પાઈ એપ અથવા સ્પાઈ ટૂલ્સ હોઈ શકે તેવી સંભાવના છે. જો કે, આ સ્પાઈ ટૂલ્સને તપાસતા પહેલા, તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સની તપાસ કરો. બેકગ્રાઉન્ડમાં ચાલતી ઘણી એપ્લિકેશનો બેટરીને ઓછી કરે છે. એટલા માટે પહેલા તેને બંધ કરો અને પછી મોનીટર કરો.

2 – એવી એપ્સ જોવ જે તમે ડાઉનલોડ કરી નથી

તમારા ફોનના એવી એપની ઓળખ કરો જેને તમે ડાઉનલોડ કરી ના હોય અને તો પણ તે તમારા ફોનમાં રહેલી છે. આવી એપ હેકર્સ દ્વારા તમારા ફોનમાં ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આવી એપને તાત્કાલિક ડીલેટ કરી નાખો.

3- જ્યારે તમારો ફોન ધીમો પડી જાય

જો તમારો ફોન ખૂબ ધીમો થઈ ગયો છે અને તે રોકાઈ-રોકાઈને કામ કરી રહ્યો છે, તો તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં સ્ટીલ્થ માલવેર હોઈ શકે છે.

4- મોબાઇલ ડેટાનો વધુ ઉપયોગ થવો

જો તમારો ડેટા ઉપયોગ અચાનક વધી ગયો છે અથવા સામાન્ય કરતાં વધુ ઉપયોગમાં થઈ રહ્યો છે. તો બની શકે છે, તમારા ફોનમાં સ્પાઈ એપ્સ અથવા સોફ્ટવેર તમારા મોબાઈલ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છો કેમકે તે ઈન્ટરનેટનો ઉપયોગ કરી તમારી ગતીવિધિઓને ટ્રેક કરે છે.

૫ તમારો ફોન જ્યારે વિચિત્ર રીતે કામ કરવા લાગે

શું તમારો સ્માર્ટફોન વિચિત્ર રીતે કામ કરી રહ્યો છે? એપ્સ આપમેળે ક્રેશ થઈ જાય છે અથવા લોડ કરવામાં સમસ્યા આવી રહી છે? ઘણી સાઈટ સામાન્યથી અલગ દેખાઈ છે? એ એક સંકેત છે કે, તમારા ફોનમાં સ્પાઈ એપ કામ કરી રહી છે.

૬ – દરેક જગ્યાએ વિચિત્ર પોપ-અપ

જો તમે જોઈ રહ્યા છો કે, તમારી સ્ક્રીન પર ઘણા બધા પોપ-અપ જોવા મળી રહ્યા છે, આ એડવેયરના કારણે થઈ શકે છે. આ એક પ્રકારનું સોફ્ટવેર છે જે તમારા ડીવાઈઝને જાહેરાતોથી ભરે છે. આવી લીંક પર ક્યારેય પણ ક્લિક ના કરો.

૭ – એવા ફોટોસ અને વિડીયો જે તમે ક્યારેય પણ લીધા ના હોય

જો તમારી ફોટોગેલેરીમાં એવા ફોટો અને વિડીયો છે જેને તમે ક્યારે લીધા ના હોય. તો સાવધાન રહો, કેમકે આ વાતનો સંકેત છે કે, તમારા કેમેરા પર કોઈનું નિયંત્રણ હોઈ શકે છે.

૮ – ફ્લૈશ લાઈટિંગ ઓન

જયારે તમે પોતાના ફોનનો ઉપયોગ કરી રહ્યા નથી, ત્યારે પણ ફેલ્શ લાઈટિંગ ઓન રહે છે, આ એક વધુ સંકેત છે. કોઈ વ્યક્તિ તમારા ડીવાઈઝને સંપૂર્ણપણે નિયંત્રિત કરી રહ્યું છે.

૯ – તમારો ફોન ગરમ થઈ જાય છે.

લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ફોન ગરમ થઈ શકે છે, જેમકે કલાકો સુધી ગેમિંગ રમતા સમયે અથવા નેવિગેશન એપ ચલાવી વગેરે. તેમ છતાં, જો તમારો ફોન ઉપયોગ ન થવા પર ખૂબ જ ગરમ થઈ રહ્યો છે, તો આ વાતની સારી સંભાવના છે કે, હૈકર્સ તમારું કામ કરે છે.

૧૦ – તમારા દ્વારા ન કરવામાં આવેલ મેસેજ અથવા કોલ્સનો લોગ જોવો

જો તમને કોલ અથવા મેસેજ લોગમા તમને કેટલીક એવી જાણકારી જોવા મળી રહી છે, જો તમે કોઈને મોકલી નથી. તો આ વાતના સંકેત હોઈ શકે છે કે, હૈકર્સ તમારા ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.