સરકારી યોજનાનો લાભ મેળવવો હોય અથવા બેકિંગથી જોડાયે કોઈ કામ હોય તે બધામાં આધારકાર્ડની મહત્વની ભૂમિકા રહે છે. આ બધા કામ માટે આધારકાર્ડ જરૂર માંગવામાં આવે છે. આ આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૨ અંકનો યુનિક નંબર છે. તેમાં તમારું નામ, જન્મ તારીખ, આધાર નંબર, ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ડેટા જેવી તમામ આવશ્યક જાણકારી હોય છે. આ નંબર ભારતમાં વ્યક્તિની ઓળખ અને પુરાવો રહેલો છે.

કોઈ પણ ઉમરનો કોઈ પણ વ્યક્તિ જે ભારતનો વતની છે, કોઈ પણ લિંગ ભેદભાવના આધારે સંખ્યા પ્રાપ્ત કરવા માટે સ્વેચ્છાએ નોંધણી કરાવી શકે છે. ઘણી વખત આધાર કાર્ડ ધારકોની પાસે આધાર પર છપાયેલી ફોટોસ પણ યોગ્ય ઓળખી શકાતી નથી.

જો તમે આધાર કાર્ડ પર પોતાની ફોટોસ બદલાવવા માંગો છો તો તમે તેને સરળતાથી કરી બદલી શકો છો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે UIDAI, આધાર કાર્ડધારકોને ફોટોસ અપડેટ કરવાની મંજૂરી આપે છે. તેમ છતાં, તમને રિક્વેસ્ટ ઓનલાઈન સબમિટ કરવી પડશે અને પછી નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે અને આ સિમ્પલ સ્ટેપ્સનું પાલન કરવું પડશે.

આધાર કાર્ડમાં ફોટોસ ચેન્જ કરવાનો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

– સૌથી પહેલા આધાર વેબસાઈટ પર લોગ ઇન કરો.

– આધાર કાર્ડ ફોર્મ ભરો અને તેના પર આધાર નંબર લખો.

– તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લો.

– તમારું ફોર્મમાં તેમાં સબમિટ કરો.

– તમારી પાસે કોઈ પણ ઓળખ હોવી જરૂરી છે જેમકે વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસ પોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ.

– આધાર કાર્ડને પોતાની સાથે આધાર કેન્દ્ર લઇ જાવો.

– આધાર કેન્દ્ર પર વર્તમાન કર્મચારી એક ફોટોસ અને આધાર કાર્ડધારકની બાયોમેટ્રિક જાણકારી માંગશે.

– ત્યાર બાદ તમને એક એક્નોલેજમેન્ટ સ્લિપ મળશે, જેમાં તમારું URN હશે.

– આધારની સ્થિતિ તપાસવ માટે URN નો ઉપયોગ કરો.

– અપડેટ થવા માટે બધી જાણકારી બેંગ્લોર કેન્દ્ર સુધી પહોંચી જશે.

– આધાર કાર્ડ બે અઠવાડિયાની અંદર તમારા રજિસ્ટર્ડ સરનામાં પહોંચી જશે.

– ફોટોસ બદલવા માટે ૨૫ રૂપિયા પ્લસ જીએસટી લેવામાં આવશે.