રિલાયન્સ જિયોએ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર 2999 Independence Offer 2022′ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. જિયોના આ પ્લાનનો ફાયદો પ્રી-પેડ ગ્રાહકો ઉઠાવી શકે છે. Jio ના આ પ્લાનની કિંમત 2,999 રૂપિયા છે અને કંપનીનો દાવો છે કે, ગ્રાહકોને આ પ્લાનમાં 100% વેલ્યુ બેક પણ મળશે. ચાલો Jio ના આ ખાસ પ્લાન વિશે વિગતવાર જાણીએ….

Jio ગ્રાહકો તેમની સુવિધા અનુસાર કોઈપણ સમયે આ રિચાર્જ કરાવી શકો છે. Jio ના આ પ્લાનમાં 75 GB ડેટાની સાથે Netmeds, AJIO, Ixigo ના રિડીમ કૂપન પણ મળશે. આ કૂપન રિચાર્જના 72 કલાકની અંદર MyJio એપમાં જમા થઈ જશે.

Jioના આ પ્લાનમાં કેટલાક 75 GB ડેટા વાઉચર્સ પણ ઉપલબ્ધ હશે, જેનો તમે જ્યારે ઇચ્છો ત્યારે ઉપયોગ કરી શકો છો. આ ઓફર હેઠળ, ત્રણ Netmeds કૂપન 25 % ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે. આ કૂપનની મદદથી 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે.

Netmeds કૂપન 9મી ઓગસ્ટથી 31મી ઓક્ટોબર સુધી માન્ય છે. Ixigo સાથે 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ સાઇટ પરથી 4,500 રૂપિયા કે તેથી વધુ કિંમતમાં ફ્લાઇટ ટિકિટ બુક કરાવો છો તો તમને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય Ajio પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

હવે Jioના આ 2,999 રૂપિયાના પ્લાનના ફાયદા વિશે વાત કરીએ તો તેમાં દરરોજ 2.5 GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS ઉપરાંત, બધા નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ અને એક વર્ષ માટે Disney + Hotstar સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ હશે.