જિયોએ જૂન 2022 માં જબરદસ્ત નફો કર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના એક રિપોર્ટ અનુસાર, જૂન મહિનામાં જિયોના નેટવર્કમાં 4.2 મિલિયન એટલે કે 42 લાખ નવા ગ્રાહકો જોડાયા છે. નવા ગ્રાહકો ઉમેરવાના મામલે એરટેલ બીજા નંબર પર રહી છે. એરટેલે જૂનમાં 7,93,132 નવા ગ્રાહકો જોડ્યા છે. આ સમયગાળા દરમિયાન એમટીએનએલ, બીએસએનએલ અને વોડાફોન આઈડિયાને નુકસાન થયું છે.

ટ્રાઈના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 1,147.39 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે મેના અંતમાં 1,145.5 મિલિયન હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વાયરલેસ સબસ્ક્રાઇબર માર્કેટના 90 ટકા પર ખાનગી કંપનીઓનો કબજો છે.

જિયોને જૂન મહિનામાં કુલ 42 લાખ નવા ગ્રાહકો મળ્યા છે અને તેમાં માસિક 1.03 ટકાનો વધારો થયો છે. Jio ના ગ્રાહકોની સંખ્યા હવે 413 મિલિયન સુધી પહોંચી ગઈ છે. Jio નો માર્કેટ શેર હવે 36 ટકા થઈ ગયો છે. જૂનમાં 7,93,132 લાખ નવા ગ્રાહકો સાથે, એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા 36.2 કરોડ છે. એરટેલની માસિક વૃદ્ધિ માત્ર 0.22 ટકા છે અને તેનો માર્કેટ શેર 31.63 ટકા છે.

નવા રિપોર્ટમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જૂન 2022 માં માત્ર Jio અને Airtel જ બે કંપનીઓને ફાયદો થયો છે. આ સમયગાળામાં, માત્ર આ બે કંપનીઓને જ નવા ગ્રાહકો મળ્યા છે, જ્યારે વોડાફોન આઈડિયાએ જૂનમાં 18 લાખ ગ્રાહકોને અલવિદા કહ્યું છે. વોડાફોન આઈડિયાના કુલ ગ્રાહકોની સંખ્યા હવે 25.6 કરોડ છે અને તેનો માર્કેટ શેર 22.37 ટકા છે.

BSNL અને MTNLનો કુલ માર્કેટ શેર 10 ટકા છે. BSNL ના કુલ 11.1 કરોડ ગ્રાહકો છે. BSNL એ જૂનમાં 13 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. આ સમયગાળામાં, હરિયાણામાં 1.77 ટકા સાથે સૌથી વધુ ગ્રાહકો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર વર્તુળમાં 4.18 ટકાનું નુકસાન થયું છે.