ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના ભારતમાં છ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ તક પર Jio એ પ્રીપેડ ગ્રાહકો વધુ એક નવા પ્લાનની જાહેરાત કરી દીધી છે. આ નવો રિચાર્જ પ્લાન 2999 રૂપિયાનો વાર્ષિક વેલીડીટી વાળો પ્લાન છે. આ પ્લાનમાં કંપની છ વર્ષ પૂરા થવાની ખુશીમાં ગ્રાહકોને છ લાભ આપવા જઈ રહી છે. આ પ્લાનનો લાભ 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી માત્ર છ દિવસ માટે જ મળશે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2.5GB ડેટા સાથે Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન અને Jio Suites એપની સુવિધા પણ મળશે. ચાલો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદાઓ વિશે…

Jio ના આ નવા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન દરરોજ 2.5 GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ડેટા અને તમામ નેટવર્ક પર અનલીમીટેડ વોઈસ કોલિંગ ઓફર કરે છે. એટલે કે ગ્રાહકોને સમગ્ર વર્ષ દરમિયાન 912.5 GB ડેટા મળે છે. પ્લાન સાથે દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે. 2,999 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં ઘણા OTT સબ્સ્ક્રિપ્શન્સ પણ ઉપલબ્ધ છે. ડિઝની + હોટસ્ટાર મોબાઇલ સબસ્ક્રિપ્શન પ્લાનમાં એક સમગ્ર વર્ષની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે. આ સાથે જિયો સિનેમા, JioTV, JioNews, JioSecurity અને JioCloud એપ્સ જેવી Jio Suites એપ્સનો લાભ પણ મળશે.

Jio ના રૂ. 2,999 પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને છ લાભો મળવાના છે. જેમાં Ajio, Ixigo, Netmeds, Reliance Digital અને Jio Saavn Pro ના ફ્રી કૂપન્સ પણ દરરોજ 2.5GB ડેટા સાથે 75GB વધારાના ડેટા સાથે ઉપલબ્ધ થશે.

ભારતમાં Jioના છ વર્ષ પૂરા થવા પર, કંપની ગ્રાહકો માટે બીજી ઓફર લઈને આવી છે, જેમાં Jio યુઝર્સ 10 લાખ રૂપિયા સુધીનું ઈનામ જીતી શકે છે. આ ઓફરમાં ભાગ લેવા માટે, તમારે ફક્ત તમારો Jio નંબર રિચાર્જ કરવાનો છે. Jio ની આ ઓફર 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં Jio ગ્રાહકોએ 299 રૂપિયા અથવા તેનાથી વધુનું કોઈપણ પ્રીપેડ પ્લાન રિચાર્જ કરવો પડશે, જેના પછી ગ્રાહકોને 0 લાખ રૂપિયા સુધીનું ઇનામ જીતવાની તક મળશે. મહેરબાની કરીને નોંધ કરો કે જો રિચાર્જ પહેલેથી થઈ ગયું હોય તો પણ નવું રિચાર્જ કરી શકાય છે. જૂનો પ્લાન પૂરો થયા પછી જ નવો પ્લાન એક્ટિવ થશે. જો કે, તમિલનાડુ સર્કલ સિવાય, સમગ્ર દેશમાંથી Jio ગ્રાહકો આ ઓફરમાં ભાગ લઈ શકે છે.