કોરોના મહામારીએ લોકોની દૈનિક દિનચર્યાને બદલી નાખી છે. પહેલાની સરખામણીમાં સામાન્ય લોકોનું સ્ક્રીન ટાઈમ પણ વધી ગયું છે. સ્માર્ટફોન ચલાવનાર યુઝર્સ દરરોજ ૪.૮ કલાક પોતાની ડીવાઈઝના સાથે પસાર કરી રહ્યા છે. આ દરમિયાન તે એવરજ એક કલાક વિડીયો જોવામાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કોરોના લોકડાઉન બાદ આવા યુઝર્સની સંખ્યા ૩૫ કરોડને પાર થઈ ગઈ છે. ૨૦૧૮ અને ૨૦૨૦ ના મુકાબલા આવા લોકોની સંખ્યા ૨૪ ટકાનો વધારો થયો છે. જે ચીનની સરખામણી કરતા બમણી છે.

 

મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ બેન એન્ડ કંપનીની તાજેતર રિપોર્ટમાં ‘ભારતમાં ઓનલાઈન વિડીયો – મુખ્ય પહેલું’ માં સામે આવ્યું છે કે, કોરોનાકાળમાં લાગેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન લોકોએ ઓનલાઈન વિડિયોઝ ખૂબ જોયા છે. લોકોનો વિડીયો જોવામાં માટે જે સમય પસાર કરે છે તેમાં ૬૦ થી ૭૦ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ, ભારતમાં તેના આંકડા ઝડપથી વધી શકે છે. ભારતમાં એજ ઈન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી ૬૦ ટકા ઓનલાઈન વિડીયો જોવે છે, જ્યારે ચીનમાં આ આંકડો ૯૦ ટકાથી વધુ છે. ભારતમાં લગભગ ૬૪ કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તા છે, જેમાંથી લગભગ ૫૫ કરોડ સ્માર્ટ ફોન વપરાશકર્તા છે.

 

આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 35 થી 40 કરોડ લોકો લાંબા વીડિયો જોવાનું પસંદ કરે છે. જ્યારે લોકો ટૂંકા વીડિયો જોવાનું ઓછુ પસંદ કરે છે. લાંબા વીડિયો જોનારા લોકોની સંખ્યામાં પહેલા કરતા વધારે જોવા મળી છે. 2018 થી 2020 ની સરખામણીમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે. કોરોના લોકડાઉન પછી, એવું જોવામાં આવ્યું છે કે સક્રિય વપરાશકર્તાઓ લાંબા વિડિઓ પ્લેટફોર્મ પર દરરોજ 2.5 કલાકથી વધુ સમય પસાર કરી રહ્યા છે. આવા વપરાશકર્તાઓ વર્ષ 2025 સુધીમાં 50 કરોડથી વધીને 65 કરોડ થવાની ધારણા છે. આ રિપોર્ટમાં, વિશ્લેષકો 15 સેકન્ડથી બે મિનિટ સુધીના વિડીયોને ટૂંકા વીડિયો અને બે મિનિટથી વધુ લાંબી વિડીયો તરીકે માને છે.