માઈક્રોસોફ્ટે પોતાના ભારતીય મૂળના સીઈઓ સત્ય નડેલાને કંપનીના અધ્યક્ષ બનાવ્યા છે, જેમાં વધારાની ભૂમિકામાં તે ‘બોર્ડ’ ના એજેન્ડા નિર્ધારિત કરવાની આગેવાની કરશે. માઈક્રોસોફ્ટે કોર્પે બુધવારે જાહેરાત કરી છે કે, બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટરોએ સર્વાનુમતે બોર્ડના અધ્યક્ષ તરીકે નડેલાને બોર્ડના અધ્યક્ષની ભૂમિકા માટે પસંદ કર્યા છે. તેના સિવાય જોન ડબ્લ્યુ થોમ્પસનને સર્વસમ્મતિથી મુખ્ય સ્વતંત્ર ડીરેક્ટર તરીકે પસંદ કર્યા છે. તે આ ભૂમિકાને ૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન નિભાવી ચુક્યા છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આ ભૂમિકામાં, નડેલા બોર્ડ માટે એજેન્ડા નક્કી કરવાની કામગીરીનું નેતૃત્વ કરશે, યોગ્ય રણનીતિનો લાભ લેવા અને મુખ્ય જોખમોને ઓળખવા અને તેના પ્રભાવને ઘટાડવામાં માટે વ્યવસાયની ઊંડી સમજનો લાભ ઉઠાવશે. નડેલા (૫૩), થોમ્પસનની જગ્યા લેશે, જે મુખ્ય સ્વતંત્ર ડીરેક્ટરના રૂપમાં આગળ પોતાની ભૂમિકા નિભાવશે. નડેલા ૨૦૧૪ માં સ્ટીવ વાલ્મર બાદ માઈક્રોસોફ્ટના સીઈઓ બન્યા હતા.