દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલેથી જ ફેશન, રિટેલ, તેલ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. હવે કંપની સલૂન બિઝનેસ સુધી તેનો વ્યાપ વિસ્તારવાની યોજના બનાવી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સલૂન માર્કેટમાં સૌથી વધુમાં ભાગીદારી રાખનાર કંપની નેચરલ્સ સેલોન એન્ડ સ્પામાં લગભગ 49% હિસ્સો ખરીદવા જઈ રહી છે.

આવી સ્થિતિમાં, જ્યારે રિલાયન્સ સલૂન બિઝનેસમાં પ્રવેશ કરશે, ત્યારે તે Hindustan Unilever અને Lakme ને સીધી ટક્કર આપશે. આ અગાઉ, રિલાયન્સે પણ છેલ્લા ક્વાર્ટરમાં કોસ્મેટિક સેગમેન્ટમાં મોટા હિસ્સામાં રોકાણ કર્યું હતું. આ પછી, સલાન સેક્ટરમાં રિલાયન્સની એન્ટ્રી પછી, તેમાં મોટા ફેરફારોની અપેક્ષા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ગ્રૂમ ઈન્ડિયા સેલોન એન્ડ સ્પા સાથે ડીલ કરવા માટે વધુ વાતચીત કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં ડીલ પણ ફાઈનલ થઈ શકે છે. નોંધનીય છે કે ગ્રૂમ ઈન્ડિયા હેઠળ નેચરલ્સ સલૂન એન્ડ સ્પા દેશભરમાં કાર્યરત છે. અહેવાલો અનુસાર, તે દેશભરમાં 700 થી વધુ સ્પા ધરાવે છે. આ સાથે એવું જાણવા મળ્યું છે કે, ભલે રિલાયન્સ કંપનીમાં 49% હિસ્સો ખરીદશે, પરંતુ તેની કામગીરીની જવાબદારી પહેલાની જેમ જ પ્રમોટરોની રહેશે. કંપની રિલાયન્સ સાથે ડીલ કરીને દેશભરમાં પોતાના સ્ટોર્સની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે હવે ગ્રાહકોને વધુ સારી સેવા આપવા પર વધુ ધ્યાન આપવામાં આવશે.

કોરોના રોગચાળાથી જે ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે તે સલૂન ક્ષેત્ર છે. કોરોના રોગચાળામાં ઘણા મહિનાઓથી સલૂન બંધ રહ્યા હતા. તેના લીધે તેમાં કામ કરનાર લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ ક્ષેત્રમાં સૌથી મોટો હિસ્સો હાલમાં અસંગઠિત ક્ષેત્રનો છે. અંદાજ મુજબ, સલૂન ઉદ્યોગ લગભગ 20 હજાર કરોડનો છે, જેમાં દેશના નાના શહેરો અને ગામડાઓમાં કાર્યરત લગભગ 65 લાખ બ્યુટી પાર્લર, સલૂન અને નાની દુકાનોનો સમાવેશ થાય છે.