WhatsApp એ એક નવા ફીચર ને લઈને અપડેટ્સ રિલીઝ કરવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર, નવા અપડેટ સાથે યુઝર્સને વોટ્સએપ ગ્રુપમાં 512 લોકોને એડ કરવાનો વિકલ્પ મળવા લાગ્યો છે. મેટાએ ગયા મહિને આ ફીચરની જાહેરાત કરી હતી.

નવા અપડેટ સાથે, ગ્રુપમાં 512 લોકોને ઉમેરવા સિવાય 2 GB સુધીની ફાઇલો શેર કરવા માટે એક અપડેટ પણ મળી રહ્યું છે. આ સિવાય ઇમોજી રિએક્શન નું અપડેટ પણ આવી ગયું છે. WhatsApp એક નવા Andoo ફીચરનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. આ નવા ફીચરની મદદથી તમે મોકલેલા કોઈપણ મેસેજને એડિટ કરી શકશો.

WABInfo એ નવા ફીચર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, ઘણા યુઝર્સને ગ્રુપમાં 512 લોકોને એડ કરવાનો વિકલ્પ મળ્યો છે અને ઘણાને તે આગામી 24 કલાકમાં મળી જશે. આ સિવાય હાલમાં WhatsApp દ્વારા માત્ર 100 MB ફાઇલ શેર કરી શકાય છે પરંતુ ટૂંક સમયમાં તેની મર્યાદા 2 GB થવાની છે.

વોટ્સએપ અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે ત્યાર બાદ યુઝર્સ ગૂગલ ડ્રાઇવના ચેટ બેકઅપને અન્ય કોઈ સર્વર અથવા ડિવાઇસ પર એક્સપોર્ટ પણ કરી શકશે. નવા અપડેટ પછી, તમે તમારી Google ડ્રાઇવ પર સંગ્રહિત ચેટ્સને પેનડ્રાઈવમાં સેવ પણ કરી શકશો.

તેમ છતાં WhatsApp તેના બિઝનેસ યુઝર્સ માટે નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. વ્હોટ્સએપે આ ફીચર બિઝનેસ એકાઉન્ટ હોલ્ડર્સને આપ્યું છે જેથી કરીને એક જ એકાઉન્ટનો બહુવિધ ઉપકરણો પર ઉપયોગ કરતી વખતે ચેટ અને કોન્ટેક્ટમાં કોઈ સમસ્યા ન થાય.