થોડા મહિના પહેલા PhonePe એ મોબાઈલ રિચાર્જ પર સર્વિસ ચાર્જના નામે વધારાનો ચાર્જ લેવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ગ્રાહકોએ આ વધારાના ચાર્જનો જોરદાર વિરોધ કર્યો હતો. હવે PayTM એ પણ PhonePe જેવા વધારાના ચાર્જની જાહેરાત કરી છે. PayTM એ પણ મોબાઈલ રિચાર્જ પર વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે.

જો તમે Paytm થી મોબાઈલ રિચાર્જ કરો છો, તો તમારે 1 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ સર્વિસ ચાર્જની વાસ્તવિક રકમ તમારા રિચાર્જની રકમ પર આધારિત છે. તમારા રિચાર્જની રકમના આધારે આ રકમ વધુ કે ઓછી હોઈ શકે છે. 1-6 રૂપિયા સુધીનો આ વધારાનો ચાર્જ Paytm દ્વારા કરવામાં આવેલા તમામ પેમેન્ટ મોડ પર લાગુ થશે. જો તમે Paytm દ્વારા UPI પેમેન્ટ કરો છો, તો પણ આ ચાર્જ લાગુ થઈ શકે છે.

ચળવળના અખાડા ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓએ આ વધારાના ચાર્જનો વિરોધ કર્યો છે. પરંતુ paytm એ કહ્યું, “આ ચાર્જ પ્લેટફોર્મ ચાર્જ તરીકે લેવામાં આવી રહ્યો છે.” અહીં એ સ્પષ્ટ કરીએ કે, આ વધારાનો ચાર્જ તમારી પાસેથી ત્યારે જ લેવામાં આવશે જ્યારે તમે રૂ. 100 થી વધુનું રિચાર્જ કરાવશો.

2019 માં, Paytm એ જણાવ્યું હતું કે, તે કોઈપણ ગ્રાહક પાસેથી કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ ક્યારેય વસૂલશે નહીં. હવે પોતાની તરફથી કહેવામાં આવેલ વાતથી paytm ફરી ગયું છે. Paytm એ બ્લોગની લિંક સાથે આ નિવેદન અંગે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ આજે પણ હાજર છે પણ બ્લોગની લિંક એક્સપાયર થઈ ગઈ છે.