Ola ના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે ગુરુવારના જણાવ્યું છે કે, Ola એ એક દિવસમાં ૬૦૦ કરોડ રૂપિયાના ઈ-સ્કૂટર વેંચી દીધા છે. કંપનીએ S1 અને S1 Pro નું વેચાણ બુધવાર સવારે પાંચ વાગે શરુ કરવામાં આવ્યું હતું. Ola S1 અને S1 Pro ની કિંમત ૯૯,૯૯૯ રૂપિયા અને ૧,૨૯,૯૯૯ રૂપિયા છે. આ એક્સ શોરૂમ કિંમતે છે જેમાં ફેમ ૨ સબસીડી સામેલ છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ઓલા ઇલેક્ટ્રિકે બુધવારના પોતાના ઇલેક્ટ્રિક સ્કુટર્સની વેચાણ પ્રકિયા શરુ કરી દીધી હતી. આ ઇલેક્ટ્રિક સ્કૂટર બે ટ્રીમ્સમાં ઉપલબ્ધ છે. તેને તેમ છતાં ઓલ એપ દ્વારા ખરીદી શકાય છે, વેબસાઈટ પર નહીં. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ અગાઉ ઓલા સ્કૂટરનું વેચાણ આઠ સપ્ટેમ્બરથી શરુ થવાનું હતું.

સ્કૂટર ખરીદવા માટે વેબસાઈટ પર ગ્રાહકોને આવી ટેકનીકો અડચણોના કારણે વેચાણ પ્રકિયાને એક અઠવાડિયા માટે સ્થગિત કરી ૧૫ સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી હતી. ક્નાપનીએ જણાવ્યું છે કે, ‘ઓલા એસ ૧ અથવા ઓલા એસ ૧ પ્રોને ખરીદવા માટે ગ્રાહકોને પહેલા ૨૦,૦૦૦ રૂપિયા આપવા પડશે અને બાકી રકમ સ્કુટરના પહોંચ્યા પહેલા આપવી પડશે.