ઓરપેટ (Orpat) એ ભારતીય બજારમાં સ્માર્ટ ફેન (Smart Fan) ની નવી સીરીઝને પ્રસ્તુત કરી દીધી છે. આ સીરીઝ હેઠળ મનીસેવર સ્માર્ટ ફેન લોન્ચ કરવામાં આવ્યો છે જેની શરૂઆતી કિંમત ૩૧૦૦ રૂપિયા છે. ઓરપેટે જણાવ્યું છે કે, ‘મનીસેવર’ (MoneySaver) સ્માર્ટ ફૈન બીએલડીસી (BLDC) ઇલેક્ટ્રિક મોટર પર કામ કરે છે. આ મનીસેવર ફૈન રેન્જના ઉપયોગથી વીજળીનું બીલ ૬૫ ટકા સુધી ઘટાડી શકાય છે. આ સીરીઝના બધા ફૈનને ૫ સ્ટારનું રેટિંગ મળ્યું છે.

કંપનીએ દાવો કર્યો છે કે, સામાન્ય પંખા ૭૫ વોટ વીજળી પાવર વાપરે છે, જ્યારે મનીસેવર પંખા ૨૮ વોટ વીજળી પાવર વાપરે છે. મનીસેવર પંખા (MoneySaver Fan)ઇન્વર્ટર પર સામાન્ય પંખાની સરખામણીમાં ત્રણ ઘણું વધુ સારી રીતે કાર્ય કરે છે, જ્યારે વોલ્ટેજના ઉતાર-ચડાવનો પણ તેના પર કોઈ પ્રભાવ પડતો નથી.

ખાસ વાત એ છે કે, આ ફૈનને તમે મોબાઈલ એપથી પણ ઓપરેટ કરી શકો છો. આ દરમિયાન તમને પંખાની સાથે રેગ્યુલેટરની જરૂરત પડતી નથી. મનીસેવર સ્માર્ટ ફૈન એલઇડી લાઈટ (MoneySaver Smart Fan LED Light) અને સ્લીપ મોડ (Sleep mode) વાળા સ્માર્ટ રીમોટને સપોર્ટ કરે છે. તેના રીમોટમાં બુસ્ટર અને ટાઈમર મોડનું ઓપ્શન મળે છે.