રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM 2022) આજે યોજાઈ હતી. AGM 2022 વર્ચ્યુઅલ રીતે બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં યોજાય છે. આ AGM માં 2016 માં જિયોની લોન્ચિંગ થઈ હતી અને આજે જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે ત્યાર બાદ 40 કરોડથી વધુ યુઝર્સ છે. આજની બેઠકમાં અનેક મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. રિલાયન્સ AGM 2022 ની શરૂઆત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મુખ્ય વક્તવ્ય સાથે થઈ હતી. આ ઈવેન્ટનું લાઈવ પ્રસારણ Jio ની YouTube ચેનલ તેમજ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કરવામાં આવ્યું હતું.

કંપનીએ અગ્રણી ચિપસેટ ઉત્પાદકો ક્વાલકોમ, ઇન્ટેલ, સેમસંગ, મેટા, નોકિયા અને ગૂગલ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ગૂગલની ભાગીદારી હેઠળ એક સસ્તો 5G ફોન લોન્ચ કરવામાં આવશે.

ઈવેન્ટ દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, આજે Jio ના ગ્રાહકોની સંખ્યા 42.1 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, Jio ગ્રાહકો દર મહિને સરેરાશ 20 GB ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણો છે. જિયો ફાઈબર 11,00,000 કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. દેશમાં દર ત્રણમાંથી બે યુઝર્સ Jio ફાઈબરના છે. Jio 5G દ્વારા મોબાઈલ બ્રોડબેન્ડ સેવા શ્રેષ્ઠ રહેશે. ખૂબ જ જલ્દી Jio 5G 100 થી વધુ શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. Jio 5G દ્વારા 100 મિલિયન ઘરોને સ્માર્ટ બનાવે છે.

જિયોએ Stand Alone 5G ની જાહેરાત કરી હતી, જેના વિશે કંપનીએ બેસ્ટ 5જી કહ્યું છે. સ્ટેન્ડ અલોન 5G એટલે કે Jio 5G માટે 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે નહીં. શ્રેષ્ઠ કવરેજ માટે તમામ 22 ટેલિકોમ સર્કલમાં પ્રીમિયમ 700 MHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમ ખરીદનાર Jio એકમાત્ર ઓપરેટર છે. તે 5G માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. Jio 5G માટે 2 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. Jio ની 5G સેવા દિવાળી પર દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં શરૂ થશે. Jio ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં 5G લોન્ચ કરશે.