રિલાયન્સ જિયો (jio) ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાન પોર્ટફોલિયોમાં ફેરફાર કરતી રહે છે. રિલાયન્સ જિયો (jio)ની પાસે વર્ષભરના ઘણા પ્લાન છે. હવે તેમાંથી એક રિચાર્જ પ્લાન બંધ થવાના સમાચાર છે. આ જિયોનો ૪,૯૯૯ રૂપિયા વાળો રિચાર્જ પ્લાન છે. જિયો (jio) ના પ્રીપેડ રિચાર્જમાં આ સૌથી મોંઘો પ્લાન હતો. હવે ૪,૯૯૯ રૂપિયા વાળો આ પ્લાન જિયોની વેબસાઈટના રિચાર્જ સેક્શન અને Myjio એપમાં જોવા મળી રહ્યો નથી. કદાચ, જિયોએ આ પ્લાનને પોતાના પોર્ટફોલિયોમાંથી દુર કરી દીધો છે.

૪,૯૯૯ રૂપિયા વાળા પ્લાનમાં મળતો હતો ૩૫૦ જીબી ડેટા

રિલાયન્સ જિયો (jio) નો આ સૌથી મોંઘો પ્રીપેડ રીચાર્જ પ્લાન હતો. ૪,૯૯૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને ૩૬૦ દિવસની વેલીડીટી મળતી હતી. જિયો (jio) ના આ પ્લાનમાં ૩૫૦ જીબી ડેટા મળતો હતો. જિયો (jio) ના આ પ્લાનની ખાસ વાત છે કે, ૩૫૦ જીબી (GB) ડેટા વગર કોઈ ડેટા લીમીટ સાથે આવતો હતો. એટલે તમને ૧ દિવસમાં ૩૫૦ જીબી (GB) માંથી જેટલો ઈચ્છો એટલો ડેટા ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગ સાથે દરરોજ ૧૦૦ SMS મોકલવાની સુવિધા મળતી હતી. તેની સાથે જિયો (jio) એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી હતું.

જિયો (jio) ની પાસે છે વર્ષ દરમિયાન અનેક પ્લાન

રિલાયન્સ જિયો (jio) ની પાસે વર્ષભર ચાલનાર ઘણા રિચાર્જ પ્લાન રહેલા છે. આ રિચાર્જ પ્લાન ૨૩૯૯ રૂપિયા, ૨૫૯૯ રૂપિયા અને ૨૩૯૭ રૂપિયાના છે. જિયો (jio)ના આ બધા પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલિંગના ફાયદા સાથે દરરોજ ૧૦૦ SMS મોકલવાની સુવિધા મળે છે. ૨૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ ૨ જીબી (GB) ડેટા આપવામાં આવે છે. એટલે આ પ્લાનમાં ટોટલ ૭૩૦ જીબી (GB) ડેટા મળે છે. જ્યારે, જિયોના ૨૫૯૯ રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ ૨ જીબી (GB) ડેટા સાથે ૧૦ જીબી (GB) એક્સ્ટ્રા ડેટા મળે છે. એટલે આ પ્લાનમાં યુઝર્સને ટોટલ ૭૪૦ જીબી (GB) ડેટા આપવામાં આવે છે. જિયોના આ પ્લ્નામાં ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

રિલાયન્સ જિયો (jio)ના ૨૩૯૭ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને ટોટલ ૩૬૫ જીબી (GB) ડેટા મળે છે. જિયો (jio)ના આ પ્લાનમાં નો ડેલી ડેટા લીમીટ છે. એટલે તમે ૩૬૫ જીબી (GB) ડેટામાં દરરોજ ઈચ્છો તેટલો ડેટા વાપરી શકો છો. જિયોએ આ બધા પ્લાનમાં જિયો (jio) એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.