Snapchat ની પેરેન્ટ કંપની સ્નેપમાં ટૂંક સમયમાં કર્મચારીઓની મોટાપાયે છુટા કરવાની છે. અંગ્રેજી ટેક વેબસાઈટ The Verge એ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે, જો કે કર્મચારીઓને ક્યારે છુટા કરવામાં આવશે અને કેટલા લોકો તેમની નોકરી ગુમાવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, સ્નેપમાં લગભગ 6,000 કર્મચારીઓ કામ કરે છે.

સ્નેપચેટે અહેવાલ પર રોઇટર્સના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારીઓ છુટા કરવાની તૈયારીઓ કરી રહેલી કંપનીઓની યાદીમાં સ્નેપ એકલી નથી. ઘણી મોટી ટેક્નોલોજી કંપનીઓ, ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ્સ અને ફાઇનાન્સિયલ ફર્મ્સ પણ આ યાદીમાં સામેલ છે. ઘણી મોટી કંપનીઓએ એમ પણ કહ્યું છે કે, તેઓ આ વર્ષે ઘણી ઓછી નવી ભરતી કરવા જઈ રહ્યા છે.

ફેસબુકની માલિકીની કંપની મેટાએ પણ આ વર્ષે એન્જિનિયરોની ભરતીમાં ઓછામાં ઓછો 30 ટકાનો ઘટાડો કર્યો છે. આ માહિતી આ વર્ષે જૂનમાં મેટાના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે પોતે આપી હતી. તેણે તેના કર્મચારીઓને ભારે આર્થિક મંદી માટે તૈયાર રહેવાનું કહ્યું હતું.