યુટ્યુબ મ્યુઝીક હવે પોતાના ફ્રી યુઝર્સ માટે માત્ર ઓડિયો સાંભળવાનો વિકલ્પ જ આપશે. ફ્રીમાં યુટ્યુબ મ્યુઝીક ઉપયોગ કરનાર યુઝર્સ હવે મ્યુઝીકની સાથે વિડીયો જોઈ શકશે નહીં. ધ્યાનમાં રાખ જો આ ફેરફાર માત્ર યુટ્યુબ મ્યુઝીકમાં થયો છે યુટ્યુબ નહીં. આ ફેરફાર ૩ નવેમ્બરથી કેનેડામાં રોલઆઉટ થઈ જશે. ભારત અને બાકી દેશોમાં તેને ક્યારે રોલઆઉટ કરવામાં આવશે, તેના પર કોઈ જાણકારી સામે આવી નથી. પ્લેટફોર્મની જેમ તાજેતરમાં આ ફેરફારોની જાહેરાત એક પોસ્ટમાં કરવામાં આવી છે. કંપનીની આ પોસ્ટ સૌથી પહેલા 9to5Google એ જોયું છે.

આ ફેરફારમાં એક વધુ બાબત પણ સામે આવી છે. જે યુઝર્સે યુટ્યુબ પ્રીમીયમ સબ્સક્રાઈબર્સ કર્યું નથી, તે ઓન-ડીમાન્ડ મ્યુઝીક સાંભળી શકશે નહીં અને ના તો અનલીમીટેડ સ્કીપ કરી શકશે. તેમ છતાં યુટ્યુબ મ્યુઝીક પર ડેડીકેટેડ મૂડ મિક્સની મજા માણી શકો છો. તેમાં વર્કઆઉટ અને ક્મયુટ મિક્સની સાથે-સાથે હજારો પ્લેલીસ્ટ પણ સામેલ છે અને આ અગાઉની જેમ જાહેરાતો સાથે ચાલશે. 9to5Google એ જણાવ્યું છે કે, ફ્રી યુઝર્સે જો કોઈ ગીત અપલોડ કર્યા છે તો તે લોકો તેને કોઈ પણ અવરોધ વગર સાંભળી શકશે.

ફ્રીમાં યુટ્યુબ મ્યુઝીક એપનો ઉપયોગ કરનાર યુઝર્સ બેકગ્રાઉન્ડમાં સંગીતની મજા માણી શકે છે. પર્સનલાઇઝ્ડ મિકસ સાંભળી શકે છે. તે પોતાના મૂડ અને એક્ટીવીટીઝના આધારે મ્યુઝીકનો આનંદ લઇ શકશે, પરંતુ જાહેરાતો સાથે યુટ્યુબ મ્યુઝીક પર વર્તમાન બાકી બધા ગીત અને પ્લેલીસ્ટસ સાંભળી શકે છે.