ગૂગલ મીટે ( GOOGLE MEET) પોતાના યુઝર્સ માટે ગ્રુપ કોલની લીમીટ ૬૦ મિનીટ સુધી કરી દીધી છે. ગૂગલે ( GOOGLE) આ લીમીટ તે યુઝર્સ માટે સેટ કરવામાં આવી છે જે સર્વિસને ફ્રીમાં ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા વર્ષે કંપનીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ગ્રુપ વિડીયો કોલિંગ પર કોઈ પણ રીતની ટાઈમ લીમીટ સેટ કરવામાં આવશે નહીં અને બાદમાં કંપનીએ તેને જૂન ૨૦૨૧ સુધી વધારી નાખી હતી. પરંતુ હવે દિગ્ગજ કંપનીએ તેને વધુ આગળ વધારી નથી. જે લોકોએ આ ૬૦ મિનીટની લીમીટ જોવે છે તેને પેડ એકાઉન્ટ માટે અપગ્રેડ કરવું પડશે, જેનાથી તે ત્રણ અને તેનાથી વધુ લોકોની સાથે અનલીમીટેડ ગ્રુપ વિડીયો કોલ કરી શકશે.

ગૂગલ મીટે પોતાની ગાઈડલાઈનને અપડેટ કરી દીધી છે, જેમાં ટાઈમ લીમીટની વાત કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્રી જીમેલ યુઝર્સને હવે ત્રણ અને તેનાથી વધુ ગ્રુપ કોલ માટે માત્ર ૬૦ મિનીટની લીમીટ મળશે. ગૂગલનું કહેવું છે કે, યુઝર્સને ૫૫ મિનીટ થવા પર નોટિફિકેશન મળશે કે કોલ સમાપ્ત થવા જઈ રહી છે.

ગૂગલે ગ્રુપ કોલ માટે ટાઈમ લીમીટેશન લગાવવાનું કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીનું આવું કરવાનો અર્થ એ સુનિશ્વિત કરવાનો છે કે, વધુથી વધુ લોકો વર્કસ્પેસ ઇન્ડિવિઝ્યુઅલ સબ્સક્રિપ્શન પ્લાનમાં અપગ્રેડ કરો.

ગુગલે તાજેતરમાં જાહેરાત કરી છે. ગુગલ વર્કસ્પેસ ઇન્ડિવિઝ્યુઅલ ટિયર માટે 9.99 ડોલર (લગભગ ૭૫૦ રૂપિયા) પ્રતિ મહિના ચુકવવા પડશે. જો યુઝર્સ આ પ્લાન લેશે તો તે ૧ કલાકથી વધુ એટલે ૬૦ મિનીટ સુધી લીમીટે પ્રાપ્ત કરી શકે છે.