વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજિત બોઝ પછી અન્ય એક ટોચના WhatsApp એક્ઝિક્યુટિવ વિનય ચોલેટીએ રાજીનામું આપી દીધું છે. WhatsApp-Pay ઈન્ડિયાના વડા વિનય ચોલેટીએ બુધવારે LinkedIn મારફતે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે ચાર મહિના પહેલા જ આ પદ સંભાળ્યું હતું. તમને જણાવી દઈએ કે, ચોલેટીએ સપ્ટેમ્બરમાં મનીષ મહાત્મેનું સ્થાન લીધું હતું.

વિનય ચોલેટી ઑક્ટોબર 2021માં મર્ચન્ટ પેમેન્ટ હેડ તરીકે વૉટ્સએપ-પે બૅકમાં જોડાયા હતા, ત્યારપછી સપ્ટેમ્બર 2022માં વૉટ્સએપ-પેના ઈન્ડિયા હેડ બનાવવામાં આવ્યા હતા. ચોલેટીએ મનીષ મહાત્મેનું સ્થાન લીધું છે, જે સપ્ટેમ્બરમાં વોટ્સએપમાંથી રાજીનામું આપ્યા બાદ એમેઝોનમાં જોડાયા હતા.

તમને જણાવી દઈએ કે વિનય ચોલેટી પહેલા વોટ્સએપ ઈન્ડિયાના અન્ય ઘણા મુખ્ય અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોઝ, મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસીના ડાયરેક્ટર રાજીવ અગ્રવાલ અને મેટા ઈન્ડિયાના વડા અજીત મોહને પણ કંપની છોડી દીધી છે.

રાજીનામું આપતા, ચોલેટીએ લિંક્ડઇન પોસ્ટમાં લખ્યું, “હું મારા આગલા તબક્કામાં આગળ વધી રહ્યો છું. હું નિશ્ચિતપણે માનું છું કે WhatsApp ભારતમાં ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સમાવેશને અભૂતપૂર્વ રીતે પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. હું ઈચ્છું છું કે તે તમારી ક્ષમતાનો લાભ લો.”