Vodafone Idea એ તેનો બીજો સસ્તો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની કિંમત 151 રૂપિયા રાખવામાં આવી છે. આ પ્લાન સાથે ગ્રાહકોને ત્રણ મહિનાનો Disney + Hotstar લાભ આપવામાં આવશે. Vi નો આ પ્લાન અમર્યાદિત લાભો સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે અને તેમાં 8 GB ડેટા આપવામાં આવે છે.

Vi ની ઓફિશિયલ વેબસાઈટ મુજબ, Vi ના આ પ્લાનમાં યુઝર્સને ફ્રી ડિઝની પ્લસ હોટસ્ટારનો બેનીફીટ આપવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ એક ડેટા બૂસ્ટર પેક છે જેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે યુઝર પાસે પહેલાથી જ અનલિમિટેડ પેકનું સબસ્ક્રિપ્શન હોય. એટલે કે, તેની કોઈ સર્વિસ વેલીડીટી નથી.

જો તમે એવો પ્લાન શોધી રહ્યા છો જેમાં Disney + Hotstar લાભો ઉપલબ્ધ હોય તો આ વોડાફોન રૂ. 151 નો પ્લાન તમને 3 મહિના માટે ખૂબ જ ઓછી કિંમતે તેનો બેનીફીટ મળી રહ્યો છે.

તેના સિવાય Vi 200 રૂપિયાથી ઓછી કિંમતનો 118 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે. આ એક ડેટા આધારિત પ્લાન પણ છે, જેમાં ગ્રાહકોને 28 દિવસ માટે 12GB ડેટા આપવામાં આવે છે. જો કે, Vi Movies અને TV સિવાય, કોઈપણ રીતે વધારાનો લાભ આપવામાં આવતો નથી.