ટેકનોલોજીની દિગ્ગજ કંપની ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે ગૂગલ સમાચાર અને ડિસ્કવર પ્રત્યે સમર્પિત સમાચાર શોકેસ પેનલમાં ચાર ભારતીય ભાષાઓના સપોર્ટ જોડવા જઈ રહી છે. જેમાં અંગ્રેજી, હિન્દી સિવાયઆ ચાર ભાષાઓમાં કન્નડ, મરાઠી, તમિલ અને તેલુગુ ભાષા સામેલ છે.

ગૂગલ તરફથી જાહેર ઓફિશિયલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મે મહિનામાં ભારતમાં સમાચાર સંગઠનો અને પાઠકોની અનુકૂળતા માટે ગૂગલ સમાચાર શોકેસના વિસ્તારની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે જ અમે અમારો ઓનલાઇન અનુભવ અને લાઇસન્સિંગ કાર્યક્રમનો વિસ્તાર કરવાની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી આ નવી ભાષાઓ અને નવી ભાગીદારીની સાથે અમે 50 થી વધુને ઓનબોર્ડ કરેલ છે. તેમાં 70થી વધુ પ્રકાશનોનું પ્રતિનિધિત્વ કરનારા ભાગીદાર રહેલા છે.

ગૂગલ યૂઝર્સને પસંદગીના પેવોલ્ડ સ્ટોરીઝને મફતમાં પૂરી પાડવા માટે અનેક ન્યૂઝ શોકેસ ભાગીદારોની સાથે મળી કામ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા યૂઝર્સને તે સામગ્રીને જાણવાની તક ઉપલબ્ધ કરાવે છે જેના સુધી તેમની પહોંચ નથી. ગૂગલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યૂઝ પાર્ટનરશિપ અને ગૂગલ ન્યૂઝ શોકેસ માટે આગામી ત્રણ વર્ષમાં એક અબજ ડોલરનું રોકાણ થવાનું છે જેનાથી પ્રકાશનોને નવી પદ્ધતિઓથી યૂઝર્સને આવશ્યક જાણકારી પૂરી પાડવામાં મદદરૂપ થશે.

ઉલ્લેખનીય છે કે, સમાચાર શોકેસ પેનલ પ્રકાશકોને સંદર્ભ અને વધારાની સ્ટોરીઝની લિંકની સાથે મહત્ત્વપૂર્ણ સમાચારોને રજૂ કરવાની સગવડ પૂરી પાડનાર છે. પેનલમાં બ્રાન્ડિંગ માટેના ફીચર્સ રહેલા હોય છે જેથી યૂઝર્સ વિશ્વસનીય સમાચાર સંગઠનોને સરળતાથી શોધી અને ઓળખી શકાશે.