જો તમારી પાસે રાશન કાર્ડ રહેલું છે તો તમારે લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી Mera Ration app નો ઉપયોગ કરી શકો છો. આ એપ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વન નેશન વન રાશન કાર્ડ યોજનાની ભાગ છે. આ એપની મદદથી તમે ઘરે બેસીને રાશનને બુક કરી શકશો. તેના આધારે તમને રાશન મેળવવામાં સરળતા મળી જશે. Mera Ration app ની મદદથી તમને ઘણી સુવિધાઓ મળે છે. તેમાં તમે જાણી પણ શકો છો અને કઈ રીતે સામાન તમારા ઘર સુધી પહોંચી જશે તેની પ્રોસેસ પણ બતાવવામાં આવી છે.

મોબાઈલ એપમાં પોતાના રાશન કાર્ડને રજિસ્ટર કરી શકો છો. તેને ડાઉનલોડ પણ કરી શકો છે. રાશન કાર્ડથી આધાર લિંક છે કે નહીં તે પણ જોઈ શકાય છે. રાશન કાર્ડ પર કેટલું રાશન અપાવવાનું છે અને આજુબાજુ કેટલા ડીલર છે તેની જાણકારી પણ પ્રાપ્ત કરી શકાય છે. ડીલર ઘરથી કેટલા દૂર છે, તેના લાયસન્સ નંબર, નામ, એડ્રેસ બધું જાણી શકાય છે. ડીલર બદલવાની સુવિધા પણ એપ પર મળી જશે. છે.

સૌથી પહેલા પ્લે સ્ટોરથી એપને ડાઉનલોડ કરી નાખો. મોબાઈલ એપમાં રજિસ્ટ્રેશન વિકલ્પ મળી જશે. જ્યારે તમે અન્ય રાજ્યમાં જશો તો નંબર નાખતા જ તમામ માહિતી તમારી પાસે આવી જશે. જેટલા સભ્યો રાશન કાર્ડથી જોડાયેલી હશે તેની માહિતી પણ મળશે અને સાથે આધાર નંબર પણ જોવા મળશે. તેની સાથે તમે જાણી શકશો કે તમને કેટલા ઘઉં અને ચોખા મળવાની છે. જ્યારે તેમાં એક ખાસ સુવિધા એ પણ છે કે, તમે તેની કિંમત કેટલી છે એ પણ જાણી શકશો.

જો તમે જાણવા માંગો છો કે, તમારું રાશન કાર્ડ વન નેશન વન રાશન કાર્ડ યોજનામાં છે કે નહીં તો એપમાં તેની સુવિધા પણ રહેલી છે. મોબાઈલ એપમાં એલિજિબિલિટીનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતાં તમારા રાશન કાર્ડ નંબરને પૂછવામાં આવશે. તે ભરો અને તમને તમારું રાશન કાર્ડ યોજનામાં છે કે નહીં તેની જાણકારી તમને મળી જશે. જો રાશન કાર્ડ આધાર સાથે જોડાયલું નથી તો તમે તેને સરળતાથી જોડી શકશો. આ કામ આધાર સીડિંગના ઓપ્શનમાં જઈને કરી શકશો.