રિલાયન્સ જિયો હાલમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. Jio ના ગ્રાહકોની સંખ્યા 40 કરોડ છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ Jio નો કોઈ પ્લાન લૉન્ચ થાય છે, ત્યારે તેની ચર્ચા ખુબ થાય છે. Jio ફોન અને સિમ કાર્ડ સિવાય રિલાયન્સ JioFi પણ વેચે છે જે એક હોટસ્પોટ ઉપકરણ છે. JioFi નો ફાયદો એ છે કે, આની મદદથી તમે ઘણા લેપટોપ અને ફોનને કનેક્ટ કરી શકો છો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. કંપની પાસે JioFi માટે ત્રણ શાનદાર પ્લાન છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એક પ્લાન 249 રૂપિયાનો છે જેમાં 30 જીબી ડેટા મળે છે. આવો જાણીએ JioFi ના તમામ પ્લાન વિશે…

JioFi 249 રૂપિયાનો પ્લાન

JioFi ના 249 રૂપિયાના પ્લાનમાં કુલ 30 GB ડેટા ઉપલબ્ધ છે, તેમ છતાં આ માત્ર ડેટા પ્લાન છે, આવી સ્થિતિમાં તમને કોલિંગ કે મેસેજિંગ જેવી કોઈ સુવિધા મળતી નથી. આ પ્લાન માત્ર એન્ટરપ્રાઇઝ માટે જ છે અને આ પ્લાન 18 મહિનાના લોક-ઇન સમયગાળા સાથે આવે છે.

JioFi નો 299 રૂપિયાનો પ્લાન

JioFi નો 299 રૂપિયા નો પ્લાન 40 GB ડેટા સાથે આવે છે. તેમાં 18 મહિનાનો લોક-ઇન પિરિયડ પણ છે. ડેટા પૂરો થયા બાદ તેની સ્પીડ 64 Kbps થઈ જશે.

JioFi 349 રૂપિયાનો પ્લાન

આ JioFi પ્લાન 50 GB ડેટા અને 18 મહિનાના લોક-ઇન સમયગાળા સાથે આવે છે.

તમને જણાવી દઈએ કે JioFi ફ્રીમાં મળે છે. તમે ઉપયોગ કર્યા પછી તેને પરત પણ કરી શકો છો, જો કે જો તમારી પાસે કંપની છે તો તમારે ઓછામાં ઓછા 200 JioFi ને ઓર્ડર આપવો પડશે.

JioFi ના ફીચર્સ વિશે વાત કરીએ તો, તે 150Mbps સુધીની સ્પીડ ઓફર કરે છે. આ સિવાય તેમાં 2300mAh બેટરી આપવામાં આવી છે, જે લગભગ 5-6 કલાક નો બેકઅપ આપે છે. આની મદદથી એક સાથે 10 ડિવાઈસ કનેક્ટ કરી શકાય છે.