વર્તમાન સમયમાં ઈન્ટરનેટ ડેટા દરેક વ્યક્તિની જરૂરીયાત બની છે. એવામાં જિયો તરફથી પોતાના કેટલાક ખાસ યુઝર્સ માટે રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવ્યા છે, જે સસ્તા રિચાર્જમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા, ફ્રી કોલિંગ સહિત વિવિધ સુવિધાઓ સાથે આવે છે.

જિયોના બધા રિચાર્જ પ્લાન ૨૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. તેમ છતાં આ રિચાર્જ પ્લાનનો ફાયદો તે જિયો ગ્રાહકોને મળશે, જે જિયો ફોનનો ઉપયોગ કરે છે. જિયો તરફથી ૨૦૦ રૂપિયાથી કિંમતમાં કુલ ચાર રિચાર્જ પ્લાનને પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જે ૭૫ રૂપિયા, ૧૨૫ રૂપિયા, ૧૫૫ રૂપિયા અને ૧૮૫ રૂપિયામાં આવે છે. આ બધા પ્લાન ૨૮ દિવસની વેલીડીટી સાથે આવે છે. આવો જાણીએ જિયોના આ બધા રિચાર્જ પ્લાન વિશેમાં વિસ્તારથી….

જિયોનો ૧૮૫ રૂપિયા વાળો પ્લાન

જિયોના ૧૮૫ રૂપિયાના રિચાર્જ પ્લાન પર ૨૮ દિવસની વેલીડીટી ઓફર કરવામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં ૨ જીબી દરરોજ ડેટા મળે છે. એવામાં ગ્રાહકોને કુલ ૫૬ જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે. દરરોજ ૨ જીબી હાઈ સ્પીડ ડેટા સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને ૬૪ કેબીપીએસ થઈ જશે. તેની સાથે અનલીમીટેડ ફ્રી કોલિંગ ઓફર કરવામાં આવે છે. તેની સાથે દરરોજ ૧૦૦ એસએમએસ પણ આપવામાં આવે છે. તેની સાથે જિયો ગ્રાહકોને જિયો એપ્સની ફ્રી મેમ્બરશીપ ઓફર કરવામાં આવી રહી છે.

જિયોના ૧૫૫ રૂપિયા વાળો પ્લાન

જિયોના ૧૫૫ રૂપિયા વાળા પ્લાન ૨૮ દિવસની વેલીડીટી સાથે આવશે. તેમાં દરરોજ ૧ જીબી હાઈસ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. તેની સાથે ફ્રી અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ સુવિધા મળશે.

જિયોનો ૧૨૫ રૂપિયા વાળો પ્લાન

જિયોનો ૧૨૫ રૂપિયા વાળો રિચાર્જ પ્લાન પણ ૨૮ દિવસની વેલ્દીતી સાથે આવશે. તેમાં કુલ ૧૪ જીબી ડેટા મળશે. તેના સિવાય ફ્રી અનલીમીટેડ કોલિંગ એન ૩૦૦ સુવિધા મળશે.