WhatsApp એ તેના પ્લેટફોર્મ પર ગ્રુપ ચેટને વધુ સુવિધાજનક બનાવવા માટે ઘણા અપડેટ્સ લોન્ચ કર્યા છે. વ્હોટ્સએપે ગ્રુપ ચેટના સભ્યોને ગ્રુપમાં ઉમેરાતા લોકોની સંખ્યા વધારીને સૌથી મોટી ભેટ આપી છે. વોટ્સએપે ગ્રુપ ચેટમાં મેમ્બર્સની મહત્તમ સંખ્યા 100 થી વધારીને 512 કરી દીધી છે. તેની સાથે જ કોરોનાના સમયગાળા દરમિયાન, વોટ્સએપે વીડિયો કોલિંગને લઈને એક નવું અપડેટ પણ રજૂ કર્યું હતું, જેમાં યુઝર્સને ગ્રુપમાં વીડિયો કોલિંગની સુવિધા આપવામાં આવી હતી.

તાજેતરના ફીચર્સમાં અપડેટ વિશે વાત કરીએ તો, વોટ્સએપ ગ્રુપથી લેફ્ટ થનાર મેમ્બર્સની જાણકારી આપનાર ફીચર See Past Participants પર કામ કરી રહી છે. આ ફીચરની મદદથી 60 દિવસના અંદર ગ્રુપ લેફ્ટ કરનાર મેમ્બર્સની જાણકારી પ્રાપ્ત થઈ શકશે. તેની સાથે યુઝર્સને એક અલગથી સર્ચ બોક્સ જોવા મળશે, જેમાં તે ગ્રુપમાં પ્રતિબંધિત યુઝર્સની લીસ્ટ પણ જોઈ શકશે. આ ફીચર્સ તે યુઝર્સ માટે ઘણું શાનદાર છે, જે ગ્રુપની લાંબી ચેટને વાંચવાનું ટાળે છે.

વોટ્સએપ ગ્રુપ એડમિન્સની શક્તિ વધારવા પર પણ કામ કરી રહ્યું છે, જેના માટે WhatsApp એક ફીચર લાવવા જઈ રહ્યું છે. ત્યાર બાદ ગ્રુપ એડમિન ગ્રુપમાંથી કોઈપણ વોટ્સએપ મેસેજ ડિલીટ કરી શકશે. વોટ્સએપના ફીચરને ટ્રેક કરતી WABetaInfo એ આ નવા ફીચર વિશે માહિતી આપી છે. આ ફીચર પછી ગ્રુપ એડમિનનું ગ્રુપ પર નિયંત્રણ વધી જશે, કારણ કે ઘણી વખત મેમ્બર્સ ગ્રુપની ગાઈડલાઈન્સની બહાર મેસેજ પોસ્ટ કરે છે, પરંતુ આ ફીચરથી ગ્રુપ એડમિન તેને સરળતાથી દૂર કરી શકશે. તમને જણાવી દઈએ કે, હાલમાં માત્ર મેસેજ પોસ્ટ કરનાર યુઝર જ મેસેજ ડિલીટ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે WhatsApp ટૂંક સમયમાં આ નવું ફીચર રજૂ કરી શકે છે.