YouTube એ તાજેતરમાં જણાવ્યું હતું કે તે YouTube Shorts વીડિયોનું પણ મોનેટાઈઝ કરશે. યૂટ્યૂબના આ નિર્ણયથી શોર્ટ્સના નિર્માતાઓ ખૂબ જ ખુશ છે. તેમને કમાણી કરવાની મોટી તક મળી છે. ટિકટોકના આગમન સાથે, બજારમાં શોર્ટ વીડિયોની માંગ વધી છે. ભારતમાં Tiktok ના પ્રતિબંધ પછી, YouTube એ YouTube Shorts ને લોન્ચ કર્યું અને Instagram એ Reels રજૂ કર્યું છે. બંને આજે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.

હવે યુટ્યુબે જણાવ્યું છે કે, યુટ્યુબ શોર્ટ્સથી થતી કમાણીનો 45 ટકા શોર્ટ સર્જકોને આપશે અને તેમાંથી 55 ટકા પોતાની પાસે રાખશે. તમને જણાવી દઈએ કે, TikTok સર્જકોને એક અબજ ડોલર એટલે કે લગભગ 8,000 કરોડ રૂપિયા આપે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તમામ વીડિયો પ્લેટફોર્મ એકલા ટિકટોકથી પરેશાન છે, ત્યારબાદ તમામ પ્લેટફોર્મ 15 સેકન્ડના શોર્ટ વીડિયો પર કામ કરી રહ્યા છે.

ગૂગલે આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુટ્યુબ જાહેરાતોથી 14.2 બિલિયન ડોલર એટલે લગભગ રૂપિયા 1,13,360 કરોડની કમાણી કરી છે, જે ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં 9 ટકા વધુ છે. YouTube Shorts ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી પર આવવા જઈ રહ્યું છે એટલે કે તમે તમારા ટીવી પર પણ YouTube Shorts ના વીડિયો જોઈ શકશો.

યુટ્યુબર્સને ટૂંકા વિડિઓઝનું મોનેટાઈજેશન માટે કરવા માટે ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સની જરૂર પડશે. છેલ્લા 12 મહિનામાં 4,000 કલાકનો જોવાનો સમય પણ પૂર્ણ થવો જોઈએ. તેની સાથે જે યુટ્યુબર્સના છેલ્લા ત્રણ મહિનામાં 10 મીલીયન અથવા તેનાથી વધુ વ્યુઝ છે, તે પણ મોનેટાઈજેશન માટે પાત્ર છે અને અરજી કરી શકે છે.